પડધરીમાં યુવક પર કૌટુંબિક શખ્સનો હુમલો

રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ
રાજકોટ જિલ્લામાં બાળકોમાં ન્યુમોકોકલ ન્યુમોનિયા ફેલાતો અટકાવવા કાલથી રસીકરણનો પ્રારંભ

વેરાઈ હોટલ પર ચા પીવા બાબતે માથાકૂટ થતા શખ્સે છરીનાં 3 ઘા ઝીંકી ફરાર

જામનગર હાઈ-વે પર વેરાઈ હોટલ પાસે ચા પીવા બાબતે કૌટુંબિક શખ્સો વચ્ચે ગાળાગાળી થતા દેવીપૂજક યુવકને પડખામાં 3 છરીના ઘા ઝીંકી શખ્સ નાસી છૂટ્યા અંગેની પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીનાં મેમણવાસમાં રહેતો મજુરીકામ કરતો કલા જેન્તી સોલંકી (ઉ.વ.22) એ તેના કાકાનાં દીકરા કનુ સોલંકી સાથે જામનગર હાઈ-વે પર વેરાઈ હોટલ પાસે ચા પીવા માટે ગયો હતો.

ત્યારે સંજય ઠાકર સોલંકીએ ઘસી આવી આજે તને પતાવી દેવો છે. કહીં દેવીપૂજક યુવાનનાં પડખામાં છરીનાં ત્રણ ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તેના કાકાહના દીકરા જીતેશે બાઈકમાં બેસાડી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Read About Weather here

બનાવ અંગેની જાણ થતા પી.એસ.આઈ એ.એ.ખોખરે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી જઈ કલા સોલંકીની ફરિયાદ પરથી સંજય સોલંકી (રહે. મોવીયાના ઢોરે, પડધરી) સામે આઈ.પી.સી 326, 504, 506(2) મુજબ ગુનો નોંધ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here