પડધરીમાં ચા પીવા બાબતે યુવક પર છરીનાં ત્રણ ઘા ઝીંકી શખ્સ ફરાર

પડધરીમાં ચા પીવા બાબતે યુવક પર છરીનાં ત્રણ ઘા ઝીંકી શખ્સ ફરાર
પડધરીમાં ચા પીવા બાબતે યુવક પર છરીનાં ત્રણ ઘા ઝીંકી શખ્સ ફરાર

વેરાઈ હોટલ પરનો બનાવ : ઇજાગ્રસ્ત યુવકને કોટુંબિક ભત્રીજાએ બાઈકમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો

જામનગર હાઈ-વે પર વેરાઈ હોટલ પાસે ચા પીવા બાબતે કૌટુંબિક શખ્સો વચ્ચે ગાળાગાળી થતા દેવીપૂજક યુવકને પડખામાં ત્રણ છરીના ઘા ઝીંકી શખ્સ નાસી છૂટ્યા અંગેની પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીનાં મેમણવાસમાં રહેતો મજુરીકામ કરતો કલા જેન્તી સોલંકી (ઉ.વ.૨૨) એ તેના કાકાનાં દીકરા કનુ સોલંકી સાથે જામનગર હાઈ-વે પર વેરાઈ હોટલ પાસે ચા પીવા માટે ગયો હતો. ત્યારે સંજય ઠાકર સોલંકીએ ઘસી આવી આજે તને પતાવી દેવો છે. કહીં દેવીપૂજક યુવાનનાં પડખામાં છરીનાં ત્રણ ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તેના કાકાહના દીકરા જીતેશે બાઈકમાં બેસાડી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગેની જાણ થતા પી.એસ.આઈ એ.એ.ખોખરે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી જઈ કલા સોલંકીની ફરિયાદ પરથી સંજય સોલંકી (રહે. મોવીયાના ઢોરે, પડધરી) સામે આઈ.પી.સી ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો છે.