વેપારીએ ઉછીની બીડી આપવાની ના પાડતા પાંચેય શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી કપાળમાં તલવાર ઝીકી દીધી
પડધરીના હડમતીયા ગામે કરીયાણાના ધધાર્થીએ બાકીના પૈસાની ઉઘરાણી કરતા મહિલા સહિત પાંચ શખ્સોએ તલવાર વડે હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી યુવકને માથાના ભાગે તલવાર મારી ગંભીર ઇજા કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
Subscribe Saurashtra Kranti here
મારામારીના બનાવ અંગે પડધરીના હડમતીયા ગામે રહેતા કરીયાણાની દુકાન ધરાવતા હસમુખ શામજી ચૌહાણ ( ઉ.વ 36 ) એ પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી ભવાન રામજી ડાંગર , રાજુ ભવાન ડાંગર, મહેન્દ્ર ભવન ડાંગર, રોનક ભવાન ડાંગર, ભાનુબેન ભવાન ડાંગર સામે બીડીના પૈસાની માગણી કરતા તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા કર્યાની તથા દુકાનમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વણકર યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે મેં આરોપી ભવાન ડાંગરને ઉછીની બીડી આપવાની ના પાડતા અને અગાઉના રૂપિયાની માંગણી કરતા ઉશ્કેરાઈ જય ગાળો આપવાનું શરૂ કરી દીધુ હતું.બાદમાં રાજુ તથા મહેન્દ્ર એ તલવાર સાથે આવી મારા કપાળમાં મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી ખૂનની ધમકી આપી હતી.
Read About Weather here
પાંચેય સખીએ ઢીંકાપાટુનો મારમારી દુકાનમાં તોડફોડ કરી ખુરશી તેમજ પંખામાં બેવડા વારી દઈ રૂ.1000 નું નુક્શાન કર્યું હતું. હેડ કોન્સ્ટેબલ એફ.ડી.બ્લોચે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here