પડધરીનાં ખામડાબેલા ગામ જુગાર ક્લબ ઝડપાઈ

કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું
કાલાવડ રોડ પર ચાલતું જુગારધામ ઝડપાયું

રાજકોટનાં વેપારી કોન્ટ્રાક્ટર સહિત 12 શખ્સોની ધરપકડ: રૂરલ પોલીસે અન્ય સ્થળોએ જુગાર ક્લબનાં દરોડા પાડી રૂ. 6.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટ જીલ્લામાં રૂરલ પોલીસે અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારનાં દરોડા પાડી તથા પડધરીનાં ખામડાબેલા ગામની સીમમાં ચાલતી જુગાર ક્લબ ઝડપી લઇ રાજકોટનાં વેપારી, કોન્ટ્રકટર સહિત 38 શખ્સોની ધરપકડ કરી રૂ. 6.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ પડધરીનાં ખામડાબેલા ગામની સીમમાં આવેલી વાડીમાં જુગાર ક્લબ ચાલતી હોવાની હકીકત રૂરલ એલ.સી.બી ની ટીમને મળતા પી.આઈ એ.આર ગોહિલની સુચનાથી એ.એસ.આઈ કરસનભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ, મહેશભાઈ, અમિતસિંહ, બાલકૃષ્ણભાઈ, કોન્સ્ટેબલ નૈમિષભાઈ, મેહુલભાઈ, ભાવેશભાઈ, પ્રકાશભાઈ, રહીમભાઈ સહિતનાં સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા રાજકોટનાં યુનિવર્સીટી રોડ પર આવેલા આલાપ એવન્યુમાં રહેતો પટેલ વેપારી નિલેષ ગીરધર અકબરી તથા ખામડાબેલાનો ક્રિપાલસિંહ જીવાનસિંહ જાડેજા નામના બંને શખ્સો પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી જુગાર ક્લબનો અખાડો ચલાવતા પોલીસે દબોચી લીધા

જુગાર રમતા અસરજીતસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. રીબડા), કેશવજી ડાયા ચાવડા (રહે. થોરાળા વિજયનગર), નરેન્દ્રસિંહ ઉર્ફે એન.જે.અમુભા જાડેજા (રહે. શાસ્ત્રીનગર), સુરેશ ધિરજ કંટારીયા (રહે. યોગીનગર), જેસીંગ કાનજી ચૌહાણ (રહે. રામાપીર ચોકડી), કનુ ત્રિભુવન ગોપાણી (રહે. સીતારામ સોસાયટી), હિરેન શૈલેષ તન્ના (રહે. મહેશ્વરી સોસાયટી), ક્રિપાલસિંહ જુવાનસિંહ જાડેજા, પ્રદિપસિંહ બટુકસિંહ જાડેજા, રાજદીપસિંહ બળવંતસિંહ જાડેજા સહિત ૧૧ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા સહિત કુલ રૂ. 447000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read About Weather here

જયારે અન્ય દરોડામાં ગોંડલ સીટી પોલીસે ગોકુળીયા પરામાં જુગાર રમતા પાંચ શખ્સોની ધરપકડ કરી રૂ. 15370કબજે કર્યા છે. જયારે બીજા દરોડામાં ક્રિષ્ના પાર્ક સોસાયટીજમા ગોંડલમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ કરી રૂ. 10220 કબજે કર્યા છે.

જયારે ત્રીજા દરોડામાં ગોંડલ સીટી પોલીસે વોરા કોટડા રોડ પર આવેલી આવાસ યોજના ક્વાર્ટરમાં જુગાર રમતા નવ શખ્સોને પોલીસે દબોચી લઇ રૂ. 42060 કબજે કર્યા છે. જયારે જેતપુર પોલીસે અમરનગર ગામે  જુગાર રમતા સાતની ધરપકડ કરી રૂ. 90970 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે ધોરાજી પોલીસે 2 શખ્સોને વર્લીનાં આંકડાનો જુગાર રમતા ઝડપી લઇ રૂ. 20910 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here