પગરખા પર જીએસટી 5 % યથાવત રાખવા માંગ

પગરખા પર જીએસટી 5 % યથાવત રાખવા માંગ
પગરખા પર જીએસટી 5 % યથાવત રાખવા માંગ


સૌરાષ્ટ્ર ફૂટવેર એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ

પગરખા પર GST ના વધારાને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હોવાનું અધેરાભાઈએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર ફૂટવેર એસોસિએશન દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, પગરખામાં જીએસટી 5 % માંથી 12% થવાથી નાના, મધ્યમ અને ખેડુત વર્ગને મોંઘવારીનો માર ઘણોજ વધારે સહન કરવો પડશે. 85 % વર્ગ મજુર માણસ, ખેડુત વર્ગ, મધ્યમ વર્ગ 1000 રૂપિયાની કિંમતથી નીચેના પગરખા પહેરે છે.

Read Saurashtra Kranti E-Paper here

જેમાં GST વધવાથી પગરખા ઘણા મોંઘા થઇ જશે. હાલમાં કાચોમાલ સામાનમાં 20 % થી 25 % નો ભાવ વધારો થઇ ગયેલ છે અને વધારામાં 5 % થી 12 % GST ના વધારાથી ઘણા જ પગરખા મોંઘા થઈ જશે.

પગરખા બનાવવા વાળો કારીગર વર્ગ ખુબ જ ગરીબ છે. GST ના વધારાથી નાના કારીગરને ખુબ જ અસર થાય છે અને બેરોજગારી ઘણી જ વધી જશે.

Read About Weather here

GSTના વધારાથી નાના વેપારીને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે અને તેનાથી વેપારી અને કામ કરતા માણસો બેરોજગાર થશે. પગરખા પર GST 5 % યથાવત રાખવા માંગ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here