પંડિત શિવકુમાર શર્માનું અવસાન

પંડિત શિવકુમાર શર્માનું અવસાન
પંડિત શિવકુમાર શર્માનું અવસાન
લોકપ્રિય ભારતીય સંગતીકાર તથા સંતુર વાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. છેલ્લા છ મહિનાથી કિડનીની બીમારી હતી અને તેઓ ડાયાલિસીસ પર હતા. આજે એટલે કે 10 મેના રોજ કાર્ડિયક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું. 2001માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 15 મેના રોજ આઠ વર્ષ બાદ હરિપ્રસાદ ચૌરસિયા સાથે પંડિત શિવકુમાર ભોપાલમાં પર્ફોર્મ કરવાના હતા.શિવકુમારનો જન્મ 1938માં 13 જાન્યુઆરીના રોજ જમ્મુમાં થયો હતો. તેમના માતા ઉમા દત્ત શર્મા સિંગર હતા.

Visit Saurashtra Kranti Homepage here

Image

તેમની માતૃભાષા ડોગરી હતી. પાંચ વર્ષની ઉંમરથી શિવકુમારે તબલા શીખવવાની શરૂઆત કરી હતી. 13 વર્ષની ઉંમરમાં શિવકુમારે સંતુર શીખવાનું શરૂ કર્યું હતું. 1955માં મુંબઈમાં પંડિત શિવકુમારે પહેલું પબ્લિક પર્ફોર્મન્સ આપ્યું હતું.પંડિત શિવકુમારે મનોરમા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા છે. એક દીકરો રાહુલ 13 વર્ષની ઉંમરથી સંતુર વગાડે છે. પંડિત શિવકુમાર દીકરા સાથે 1996થી સાથે પર્ફોર્મન્સ આપતા હતા.

Image

Read About Weather here

શિવકુમારે ‘ફાસલે’, ‘ડર’, ‘ચાંદની, ‘લમ્હે’ જેવી ફિલ્મમાં મ્યૂઝિક આપ્યું હતું. શિવકુમાર તથા હરિપ્રસાદ ચૌરસિયાની જોડી ‘શિવ-હરી’ સાથે પર્ફોર્મન્સ આપતી હતી.પંડિત શિવકુમારને નેશનલ તથા ઇન્ટરનેશનલ અનેક અવોર્ડ મળ્યા હતા. 1986માં તેમને સંગીત નાટક અકાદમીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1991માં પદ્મશ્રી તથા 2001માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here