પંજાબમાં સિધ્ધુનું શકિત પ્રદર્શન, સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું

પંજાબમાં સિધ્ધુનું શકિત પ્રદર્શન, સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું
પંજાબમાં સિધ્ધુનું શકિત પ્રદર્શન, સુવર્ણ મંદિરમાં માથુ ટેકવ્યું

કોંગ્રેસના 62 વિધાન સભ્ય જોડાતા અમરીન્દ્રરનું ડોલતુ આશન : મુખ્યમંત્રી છાવણીમાં માત્ર 15 ધારાસભ્ય હોવાની ચર્ચા : તમામ 62 સભ્યોને સુવર્ણ મંદિર અને વાલ્મીકી તીરથ લઇ જવાયા

પંજાબ પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ નવજોતસિંઘ સિધ્ધુએ ગઇકાલે અમૃતસરમાં જોરદાર શકિત પ્રદર્શન કર્યુ હતું. સુર્વણ મંદિર માથુ ટેકવવા પહોંચેલા સિધ્ધુની સાથે પક્ષના 62 ધારાસભ્યો જોડાયા હતા.

Subscribe Saurashtra Kranti here

બે બસ જોડીને સિધ્ધુ પક્ષના ધારાસભ્યોને સુવર્ણ મંદિર, દુર્ગીયાના મંદિર અને વાલ્મીકી તીરથના દર્શને લઇ ગયા હતા અને મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘ સામે તાકાતનો પરચો બતાવ્યો હતો.

ગોલ્ડન ટેમ્પલની આ ધાર્મીક યાત્રામાં પંજાબના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુનીલ જાકડ, રાજયના મંત્રીઓ સુખજીન્દરસિંઘ રંધાવા, તૃત્ત રાજેન્દ્રસિંઘ બાજવા, ચરણસિંઘ જીતચણી અને સુખવીન્દરસિંઘ સરકારીયા પણ જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસના ચાર નવા કાર્યકારી અધ્યક્ષ કુલજીતસિંઘ નાગરા, સંગતસિંઘ ગીલઝીયાન, સુખવિન્દરસિંઘ ડાની અને પવન ગોયેલ પણ ગોલ્ડન ટેમ્પલમાં હાજર રહયા હતા. સધ્ધુ છાવણીએ દાવો કર્યો હતો કે, પક્ષના 62 ધારાસભ્યો યાત્રામાં જોડાયા હતા.

સવારે સિધ્ધુના નિવાસ સ્થાને તમામ ધારાસભ્યોનો જમાવડો થયો હતો. બ્રેકફાસ્ટ બાદ વાહનોનો કાફલો ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘ જૂથના પ્રવકતાએ હળવાસથી આ યાત્રાને લેતા એવું દર્શાવ્યું હતું

કે, નવા પ્રદેશ પ્રમુખને પક્ષના સભ્યો મળે એ જૂની પરંપરા છે. સુર્વણ મંદિર જવું હોય તો કોઇને રોકી શકાય નહીં.અત્રે એ હકિકત સુચક ગણવામાં આવે છે કે, પ્રદેશ પ્રમુખ બન્યા પછી હજુ સિધ્ધુ અને મુખ્યમંત્રી વચ્ચે કોઇ મુલાકાત થઇ નથી.

કેપ્ટન હઠે ભરાયા છે કે, અગાઉના નિવેદન બદલ સિધ્ધુ માંફી માંગે એ પછી જ બેઠક યોજાશે. આવતીકાલે શુક્રવારે સિધ્ધુ વિધિસર પ્રદેશ પ્રમુખ પદને ચાર્જ સંભાળી રહયા છે.

એટલે તેઓ પક્ષના ધારાસભ્યોને મળી રહયા છે અને રાજયોમાં ધુમી રહયા છે. સિધ્ધુએ ગઇકાલે જણાવ્યું હતું કે, પ્રજાના હાથમાં સત્તા ફરી આવે એ જોવાની મારી ફરજ છે. કોંગ્રેસ મોવડી મંડળે મુખ્યમંત્રીને આપેલા 18 પોઇન્ટના એજન્ડાનો અમલ કરવા હું પુરેપુરા પ્રયત્નો કરીશ.

Read About Weather here

અહીં જુથ વાદની કોઇ વાત નથી. કોંગ્રેસમાં એક જ જૂથ છે અને એ સોનીયા ગાંધીનું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here