પંચાયત ચોક અને સાંઈબાબા સર્કલ પાસે બે ચોરાઉ બાઈક સાથે 2 ઝડપાયા

ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?
ભાજપનાં બે જૂથમાંથી કયું જૂથ મેદાન મારી જશે?

ટ્રાન્સપોર્ટ નગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ

શહેરનાં યુનિવર્સીટી રોડ પર પંચાયત ચોક અને કોઠારીયા રોડ પર ચોરાઉ બાઈક સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આ અંગેની વિગત મુજબ ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસ સ્ટાફ ગઈકાલે યુનિવર્સીટી રોડ પર આવેલા  પંચાયત ચોક પાસે વાહન ચેકિંગ ફરજ પર હતા ત્યારે સુનીલ ઉર્ફે રમેશ જપડા દમાઈ (રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ કે.કે.વી હોય પાસે) નામનો શખ્સ બાઈકને જીજે- 3 ડી-એમ ૩૫૦૩ લઇ નિકળતા પોલીસે તેને અટકાવી બાઈકનાં કાગળો અંગે પૂછપરછ કરતા શખ્સે ગલ્લા તલ્લા કરતા પોલીસે પોકેટ કોપ એપમાં સર્ચ કરતા બાઈક વ્રજલાલ દયાળજી સંચાણીયા (રહે. આલાપ સેન્ચુરી કાલાવડ રોડ) નાં નામે રજીસ્ટર હોય પોલીસ ચોરાઉ બાઈક કબજે કરી નેપાળી શખ્સની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

જયારે અન્ય એક બનાવમાં આજીડેમ પોલીસ કોઠારીયા રીંગ રોડ પર આવેલા સાંઈબાબા સર્કલ પાસેથી બાઈક લઇ નિકળેલા અજય રમેશ ચોરાલા (રહે. વેલનાથપરા) ને અટકાવી બાઈકનાં કાગળો અંગે પૂછપરછ કરતા યોગ્ય જવાબ નહીં આવતા પોલીસે પોકેટકોપ એપમાં ચેક કરતા બાઈક અગીયારા ગામનાં  મોહિત અજાણીનાં નામે રજીસ્ટર હોય પોલીસે કોળી શખ્સની ધરપકડ કરી રૂ. 30 હજાર 3 બાઈક કબજે કર્યા છે.

Read About Weather here

જયારે આજીડેમ પોલીસ સ્ટાફ માર્કેટિંગ યાર્ડ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે ટ્રાન્સપોર્ટ નગરમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા દિપક હિરા ફાંગલીયા, રામજી ઉર્ફે રામ વજુ ચાવડીયા, વિજય રેવા પરમાર, દેવેન ભૂપત ધોતરે સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૪૫૧૦ કબજે કર્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here