પંચનાથ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર સારવારનો પ્રારંભ

પંચનાથ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર સારવારનો પ્રારંભ
પંચનાથ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ પર સારવારનો પ્રારંભ
રાજકોટના આંગણે પંચનાથ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડલાઇન મુજબ સારવાર આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા મેળવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ મંજૂરી મળતાં પહેલા સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં સઘન રીતે ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું. તેમાં સ્વરછતા ઇમરજન્સી વિભાગની કામગીરી ફરજ બજાવતા તબીબોની સંખ્યા કર્મચારીઓનું વર્તન, ઓપરેશન થિયેટર, સર્જરી માટેના જરૂરી ઉપકરણો, સંચાર વ્યવસ્થા, તબીબો અને નર્સિંગ સ્ટાફ વચ્ચે સંકલન, હોસ્પિટલના સંચાલકોની નિણર્ય શક્તિ, દવાના સ્ટોરમાં જરૂરી દવાઓનો સ્ટોક, દાખલ કરવામાં આવેલ દર્દીઓને આપવામાં આવતી સુવિધા, તેમને પીરસવામાં આવતું ભોજન, ઓક્સિજનની સુવિધા જેવા તમામ પ્રકારના પાસાઓનો ગહનતાથી કરવામાં આવેલ હતું.

Read About Weather here

અંતે હોસ્પિટલમાં પાંચ વિભાગોમાં સારવાર કરવાની મંજૂરી મળેલ છે ઓર્થોપેડીક વિભાગના ગોળા બદલવા, પ્લેટ તથા સળીયા મૂકવા, જનરલ રોગો જેવા કે ડેન્ગ્યુ, પેરાલિસિસ, કમળો, મેલેરિયા, શ્વાસ લેવામાં તકલીફ, ન્યૂમોનિયા, જનરલ સર્જરી વિભાગ એપેનડીક્ષ, સારણગાંઠ, રસોળી, સ્તનની બાયોપ્સી, ફીશર, હરસ, મસા, ભગંદર, યુરોલોજી વિભાગ યુરીન, પથરી તથા સમસ્યાઓ, બાળરોગ વિભાગ જેમાં બાળકનો વિકાસ ન થવો, કુપોષણ તથા બાળકને થતાં રોગોની સારવાર આયુષ્માન ધરાવતા કાર્ડઘારકો મેળવી શકશે.
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર ત્રીજા માળે અન્યથા લેન્ડલાઇન નંબર 0281-2223249/2231215 પર સંપર્ક કરવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ દ્વારા જણાવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here