ન્યુયોર્કનાં એપાર્ટમેન્ટમાં ભયાનક આગ, નવ બાળકો સહિત 19 જીવતા ભુંજાયા

ન્યુયોર્કનાં એપાર્ટમેન્ટમાં ભયાનક આગ, નવ બાળકો સહિત 19 જીવતા ભુંજાયા
ન્યુયોર્કનાં એપાર્ટમેન્ટમાં ભયાનક આગ, નવ બાળકો સહિત 19 જીવતા ભુંજાયા

રવિવારની વહેલી સવારની ઘટનાથી હાહાકાર, દેશનો સૌથી કરૂણ અગ્નિકાંડ: 60 થી વધુ લોકો દાઝી ગયા, 13 ની હાલત અત્યંત ગંભીર: બીજા અને ત્રીજા માળે ડુપ્લેક્ષ ફ્લેટમાંથી પ્રસરેલી આગમાં અનેક માળ ખાક

અમેરિકાનાં ઈતિહાસમાં એપાર્ટમેન્ટની આગની સૌથી ભયાનક અને કરૂણ ઘટનામાં રવિવારે એક એપાર્ટમેન્ટમાં પ્રચંડ આગ ભભૂકી ઉઠતા 9 બાળકો સહિત 19 લોકો માર્યા ગયા હોવાનું જાહેર થયું હતું. જયારે 60 થી વધુ લોકો દાઝી ગયા હતા. એ પૈકી 13 ની હાલત ગંભીર હોવાનું પોલીસ અને ફાયરબ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ન્યુયોર્ક મેયરનાં સલાહકાર સ્ટીફન રીંગલે જણાવ્યું હતું કે, ન્યુયોર્કનાં બ્રોન્ક્સ વિસ્તારમાં આ ભયાનક અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં આગ, ધુમાડાને કારણે દાઝી ગયેલા અને બેભાન થઇ ગયેલા પાંચ ડઝનથી વધુ રહેવાસીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગનાં કમિશનર બેનીયલ નીગ્રો એ જણાવ્યું હતું કે, મહાનગરનાં બ્રોન્ક્સ વિસ્તારમાં આવેલા ટ્વીન પાર્ક એપાર્ટમેન્ટમાં 19 માળ આવેલા છે. આગ બીજા અને ત્રીજા માળેથી શરૂ થઇ ઉપર સુધી પ્રસરી ગઈ હતી અને દરેક માળ આગ અને ધુમાડાથી ઘેરાઈ ગયા હતા. આગ બુઝાવવા માટે તાત્કાલિક 200 જેટલા ફાયર ફાઈટર સ્થળ પર ધસી ગયા હતા.

નીગ્રો એ જણાવ્યું હતું કે, તાજેતરનાં સમયની આ સૌથી કરૂણ અને અસાધારણ ઘટના છે. જે માળ પર આગ લાગી એ ડુપ્લેક્ષ ફ્લેટનાં દરવાજા ખુલ્લા દેખાયા હતા. જેના કારણે આગની જ્વાળાઓ બહાર પ્રસરી હતી અને ઉપરનાં માળને પણ લપેટમાં લઇ લીધા હતા.

આ ઘટના અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. રાહતદરે બચાવની કામગીરી યુધ્ધનાં ધોરણે કરવામાં આવી છે. મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, 63 લોકોને ઘાયલ હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા છે અને આપણે 9 માસુમ બાળકોને ગુમાવી દીધા છે. ન્યુયોર્કનાં ઈતિહાસની આ સૌથી શોકાતુર ઘટના છે. હું પ્રાર્થના કરી રહ્યો છું અને બધાને મારી સાથે જોડાવા અપીલ કરું છે.

Read About Weather here

પ્રારંભિક તપાસ બાદ એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોર્ટેબલ ઈલેક્ટ્રીક હીટરને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક રીતે શંકા સેવાઈ રહી છે. અગ્નિ સમાન વિભાગનાં અધિકારીઓ વધુ તપાસ કરી રહ્યા છે. આગ પ્રસરી ત્યારે ભારે અફરાતફરી મચી હતી. ફસાયેલા લોકો બચવા માટે હાથ હલાવતા અને બુમબરાડા પાડતા દેખાયા હતા. અનેક લોકો ધુમાડામાં ગુંગડાઈ ગયા હતા. અનેક લોકોનાં શ્ર્વાસ બંધ થઇ ગયા હતા અને છાતીમાં બુમો ભરાઈ ગયો હતો. મૃત્યુ આંક હજુ વધવાની ભીતિ સર્જાઈ રહી છે. મેયરે આજનો દિવસ મહાનગર માટે સૌથી વધુ ભયાનક અને શોકથી ભરપુર ગણાવ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here