નોટરીના લાયસન્સ 15 વર્ષ જ રીન્યુ કરવાનો કાયદો નહીં લાવવા માંગણી
તાજેતરમાં સરકાર દ્વારા નોટરી બીલ -2021 સાથે નોટરી એકટમાં એમેન્ડમેન્ટરૂપ તૈયાર કરેલ છે, જે મુજબ નોટરી પબ્લીકને લાયસન્સ 15 વર્ષ સુધી જ રીન્યુ કરી આપવુ એવો કાયદો ઘડવાની તૈયારી કરેલ છે, જે અન્વયે સમગ્ર ભારતભરમાંથી નોટરીઓ તથા તમામ નોટરી એસોસિએશનનો વિરોધ, અને સરકારમાં રજુઆતો થઈ રહી છે. તે અન્વયે રાજકોટ સ્થિત ગુજરાત નોટરી ફેડરેશન દ્વારા એક મીટીંગ યોજવામાં આવેલ હતી અને નોટરીઓએ પોતાના સુચનો તથા રજુઆતો કરી હતી.
જે મુજબ …. સરકારનો આ નિર્ણય નોટરીના પેટ ઉપર પાટુ મારવા સમાન તો છે , પરંતુ કોઈ જ રીતે ન્યાયીક અને લોજીકલ પણ નથી , કેમ કે નોટરી એ કોઈ ધંધો નથી પરંતુ એડવોકેટની જેમ જ એક પ્રોફેશન છે. તેનુ લાયસન્સ પણ કોઈ કોન્ટ્રાકટ નથી. એક વાર નોટરી તરીકે કોઈની નિમણૂંક થાય એટલે મોટાભાગના કિસ્સામાં એ વકીલ પોતાની વકીલાત બંધ કરી અને માત્ર અને માત્ર નોટરીયલ વર્ક ઉપર ડીપેન્ડ થઈ જાય છે. હવે જો તેમને 55 કે 60 કે 65 વર્ષની ઉંમરે લાયસન્સ રદ કરી અને ફરજયાત નિવૃત કરવામાં આવે તો તેમની હાલત કફોડી થઈ જાય , ફરીથી વકીલાત કરવી પદ્મ આસાન નથી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર નોટરીઓની નિમણૂંક સમયાંતરે કરતી જ રહે છે, તેમાં કોઈ નોટરી વિરોધ નથી કરતાં કે કરી પણ ન શકે અને બધા નોટરીને પોતપોતાની રીતે કામ મળતુ જ રહે છે, હવે આવા સંજોગોમાં સરકાર એવી વાહીયાત વાત કરે કે નવા વકીલોને નોટી બનવાની તક મળે તે માટે આવી કાયદો લાવવો છે તો તે લોજીકલ પણ નથી.
Read About Weather here
આ કાર્યક્રમમાં ગુજરાત નોટરી ફેડરેશનના ચે2મેન સંજય જોશી તથા નોટરીઓ મુકેશ ઠકકર, દીપક તલ2જા, કમલેશ તન્ના, હેમાંગ જાની,નિર્મળ બોરીચા, એન.ડી.બુધ્ધદેવ, નરોતમ જેઠવા, સતીષ નગવાડીયા, વિજય સોજીત્રા, ગૌતમ દવે, પરેશ વ્યાસ, અલ્કા પંડયા, નીરજ મહેતા, ભાવેશ વ્યાસ, મહેન્દ્ર ભાલુ, કૌશીક કનેરીયા, રમેશ આધ્રોજા, પફુલ પંડયા પવિત્ર પેઢડીયા, બાવાદીભાઈ, જીતેશ ગુંજારીયા, રમેશભાઈ ઘોડાસરા, સહીતના 50 થી વધુ નોટરી હાજર રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here