નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરી અપાશે ગુરૂવારે જેતપુર ખાતે નેત્રયજ્ઞ યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
550 થી વધુ નેત્રયજ્ઞમાં નિમિત્ત બનનાર, અનેક સેવાકીય કાર્યોમાં પોતાનું જીવન સમર્પિત કરનારા હરિવદનભાઇ અંતાણીની વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે અંતાણી પરિવારના સહયોગથી દિવ્ય જીવન સંઘ-રાજકોટ અને શિવાનંદ આંખની હોસ્પિટલના સંયુકત ઉપક્રમે તા.2-6 ને ગુરૂવારે સવારે 9 થી 11 નેત્રયજ્ઞ તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, જેતપુર ખાતે રાખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પમાં શિવાનંદ મિશન, વિરનગરના ડોકટર દ્વારા આંખના રોગ જેવા કે, મોતીયો, ઝામર, પરવાળા વગેરે દર્દોનું નિદાન કરી સારવાર આપી દવા, ચશ્મા અને મલમ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં આંખના ઓપરેશનની જરૂરીયાતવાળા દર્દીઓને તે જ દિવસે શિવાનંદ મિશનના વાહનમાં વિરનગર ખાતે લઇ જવામાં આવશે. નેત્રમણી તેમજ ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

Read About Weather here

ઓપરેશન અને સારવાર બાદ પરત કેમ્પના સ્થળે જેતપુર ખાતે મુકી જવામાં આવશે. ઓપરેશન માટે દાખલ થતાં દર્દીઓએ પોતાનું રેશનકાર્ડ, ફોટો આઇ.ડી. કાર્ડની ઝેરોક્ષ અને મોબાઇલ નંબર રજૂ કરવાના રહેશે. નેત્રયજ્ઞનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ તા. 02 જુનના રોજ સવારે 8 થી 11 સુધીમાં કેસ પેપર મેળવી લેવા સંસ્થાની યાદીમા જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here