નેતાના ભાઇએ ફરી લખણ ઝળકાવ્યા!

નેતાના ભાઇએ ફરી લખણ ઝળકાવ્યા!
નેતાના ભાઇએ ફરી લખણ ઝળકાવ્યા!
આખાય શહેરમાં હર હંમેશ વધુ ચર્ચામાં રહેતો વિસ્તાર એટલે સામા કાઠો. આ વિસ્તારમાં અવાર નવાર એવી ઘટનાઓ બને છે કે ચર્ચાના ચકડોળે ચર્ચાતા વાર લાગતી નથી. એમા પણ સામા કાંઠાના વધુ નામના ધરાવતા ભાઇ એટલે નેતાના ભાઇ. નેતાના ભાઇ અવાર નવાર ચર્ચામાં આવે છે કારણકે નેતાના ભાઇથી કામ જ એવા થઇ જાય છે. હજુ થોડા સમય પહેલા નેતાના ભાઇના કારનામાં બહાર આવ્યા હતા તે મામલો ટાઢો પડયાની સાથે ફરી એક વખત ભાઇએ લખણ ઝળકાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

લોકો એવુ વિચારતા હશે કે શુ કારનામા કર્યા હશે પણ આ વખતે નેતાના ભાઇના પાસ ઉંધા પડી ગયા છે. કરવા ગયા હતા બીજુંને થઇ ગયું ત્રીજું પણ હવે શું થાય, થવાનું હતુ તે થઇ ગયું. શહેરભરમાં અત્યારે નેતાના ભાઇની કાળી કારીગરાઇની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. આ વખતે તો ભાઇએ પોલીસનો પણ ઉપયોગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વધુ વિગત જોઇએ તો શહેરના સામાકાંઠા વિસ્તારમાં અનેક પ્રકારની માર્કેટો અને તેના એસોસિએશનો કામગીરી કરી રહ્યા છે. તેમાં એક ખાસ સમાજનો વર્ગ બહુ મોટી સંખ્યામાં છે.

આ ખાસ વર્ગમાં નેતાના ભાઇને મોટુ બનવાના અભરખા જાગ્યા છે તો મોટુ થવામાં વાળ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જયો હતો મતલબ પોતાના જ સમાજના લોકો વિરૂધ્ધ શકુનીની જેમ તરકબ રચી પાસા ફેંકવાનું શરૂ કર્યુ હતું બનાવ એવો બન્યો કે એક વેપારીને ત્યા એક યુવાન કામ કરતો હતો સમય જતાની સાથે આ યુવાને પોતાનું નવુ સોપાન શરૂ કરી દીધુ હતું. આ યુવાને ત્યા અનેક પાર્સલો આવતા હોય છે. હવે નેતાના ભાઇએ આ પાર્સલ સાથે પહેલા ખાસ બ્રાન્ચમાં ફરજ બજાવનાર અને નામાંકિત એવા પોલીસને કહીને એક દારૂની પેટી મુકાવી દીધી.

દુકાનના માલિકે આવીને દુકાન ખોલીને પાર્સલ અંદર લેતાની સાથે જ પોલીસે રેડ પાડી અને પાર્સલ ચેક કર્યા અને એક પાર્સલમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. અને દુકાનના માલીકને કેસનો ડર તેમજ ફીટ કરી દેવાની ધમકીઓ આપી ડરાવવામાં આવ્યો અને દુકાનધારકે આવુ થતાની સાથે જ તરત જ નેતાના ભાઇને ફોન કરીને હકીકત જણાવી તો તરત જ નેતાનો ભાઇ દુકાને આવી ગયો અને પોલીસ સાથે વાત કરીને કાર્યવાહી ન કરવા વહીવટ પણ કરી નાખ્યો અને દુકાન ધારકને પોલીસે નિદોર્ષ છોડી દીધો એટલે દુકાન ધારકોની આંખોમાં નેતાના ભાઇએ એક ઉચું સ્થાન લઇ લીધું હતું કે, જો નેતાના ભાઇ ન હોત તો આજે જેલમાં પણ જવાની નોબત આવતા નેતાના ભાઇએ અમને બચાવી લીધાનું દુકાન ધારક રટણ કરવા લાગ્યો.

પોલીસ તે દારૂની પેટી જે તેને જ મુકી હતી તે લઇને ચાલતી પકડી. હવે બન્યું એવું કે નેતાના ભાઇની વાત આખા બજારોમાં ફરતી થઇ કે નેતાના ભાઇએ આજે એક વેપારીને પોલીસથી બચાવ્યા છે. આ વાત ફરતાની સાથે જ અંદરખાને થી એક નવી વાત બહાર આવતા તમામ વેપારીઓના પગ તળેથી જમીન સરકાઇ ગઇ હતી. અને એક અંસતોષની આગ અંદર લાગી ગઇ હતી. વાત એવી બહાર આવી કે આ તમામ કાંડ નેતાના ભાઇના કહેવાથી જ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે અને નેતાના ભાઇએ જ પોલીસને કહીને દારૂની પેટી મુકાવી હતી માટે જ તેના કહેવાથી પોલીસ કંઇ પણ કાર્યવાહી કર્યા વીના જતી રહી પણ આ કાંડ નેતાના ભાઇના કહેવાથી જ થયો હતો. અને પોતાને સમાજમાં એક મોટુ નામ મળે અથવાતો પોતાનુ વર્ચસ્વ સામાંકાઠાના વિસ્તારમાં વધે તે હેતુથી આ કારસો ઘડી કાઢવામાં આવ્યો હતો. આ વાત વેપારીઓને ખબર પડતા અસંતોષની લાગણી પેદા થઇ ગઇ હતી.

Read About Weather here

કારણકે પોતાની સમાજનો જ નેતાનો ભાઇ પોતાના હારે મોટુ થવાની લાલસામાં આવુ કામ કરે અને સમાજનો ખોટો ઉપયોગ કરે પોલીસનો ખોટો ઉપયોગ કરે તે વાત ક્યા અંશે વાજબી ગણી શકાય માટે તમામ વેપારીઓએ ભેગા થઇને મિટિંગોનો પણ ધમધમાટ શરૂ કર્યો હતો અને નેતાના ભાઇ વિશે હકીકતો જાણીને તેનાથી બધાને ચેતવા પણ નક્કી કરવામાં આવ્યું કે નેતાના ભાઇ પોતાનું નામ વધારવાના અભરખામાં પોલીસનો ઉપયોટ કરીને વેપારીઓને દબવે છે. માટે વેપારીમાં રોષનો ચરૂ ઉકળ્યો હતો.આ નેતાનો ભાઇ અનેક વખત ચર્ચાના ચકડોળે ચળી ગયેલ છે અને અગાઉ તેના કારનામા વધી જતા નેતાએ રૂક જાવો નો આદેશ આપી દીધો હતો તો તે આદેશોનું થોડા દિવસ પાલન કયુ ને ફરી પાછુ હતુ ત્યાને ત્યા જ. નેતાનો ભાઇ બધે કાંડ કરતો ફરે છે તે તો સામાકાંઠાના શેરી મહોલ્લાના લોકો પણ જાણે જ છે. પણ હવે સમાજના જ લોકોને ટાર્ગેટ કરતા રોષની લાગણી વ્યાપી છે. આજી ચર્ચાઓ શહેરભરમાં જોરશોરથી થઇ રહી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here