નેતાનાં કાફલા પર અંધાધુંધ ગોળીબાર : 1નું મોત, 5 ઘાયલ…!

વિદ્યાર્થીને થપ્પડ મારતા પિતાએ સ્કુલે જઈને શિક્ષકને ગોળી મારી દીધી
વિદ્યાર્થીને થપ્પડ મારતા પિતાએ સ્કુલે જઈને શિક્ષકને ગોળી મારી દીધી
હાજી યુનુસના જણાવ્યા અનુસાર 5 અજાણ્યા હુમલાખોરોએ તેઓના કાફલા પર હુમલો કર્યો હતો. અને ગોળીઓ ચલાવી હતી. બુલંદ શહેરમાં RLD નેતાનાં કાફલા પર જોરદાર  ફાયરિંગ થયું હતું. જેમાં પાંચ લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

RLD નેતા હાજી યુનુસના કાફલા પર રવિવારે ભાઈપૂર ગામ પાસે સ્વચલિત હથિયારો વડે બદમાશોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન હાજી યુનુસ એક લગ્ન સમારંભમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા

મળતી જાણકારી અનુસાર આ ફાયરિંગમાં 50 રાઉન્ડ જેટલી ગોળીઓ છૂટી હોવાની માહિતી સામે આવી હતી. પાંચ લોકો કારમાં આવ્યા હતા અને લગ્નમાંથી પરત ફરી રહેલા હજી યુનુસ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. 

ઘટનાની સૂચના મળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે ભેગાં થઈ ગયા હતા. હજી યુનુસનો આરોપ છે કે તેઓ છેલ્લા 5 મહિનામાં હત્યાની આશંકાથી એસએસપીએ સુરક્ષાની માંગ કરતાં આવ્યા છે પરંતુ તેઓને કોઈ પ્રકારની સુરક્ષા આપવામાં આવી નથી. 

હાજી યુનુસને આ ઘટના પાછળ પોતાનાં મોટા ભાઈ હજી અલીના દીકરા અનસ પર શંકા છે. તે પોતાના પિતાની હત્યાના કેસમાં ડાસના જેલમાં કેદ છે. એસેસપી સંતોષ કુમાર સિંહનું કહેવું છે કે જેલમાં બંધ અનસની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.

Read About Weather here

જલ્દી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલતને ગંભીર રીતે જોતાં દિલ્હી હાયર સેન્ટર પર રેફર કરવા પડ્યા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here