નેતાઓ હજારોની સંખ્યામાં રેલી કાઢે છે ત્યારે કેમ કાંઈ બોલતા નથી?

નેતાઓ હજારોની સંખ્યામાં રેલી કાઢે છે ત્યારે કેમ કાંઈ બોલતા નથી?
નેતાઓ હજારોની સંખ્યામાં રેલી કાઢે છે ત્યારે કેમ કાંઈ બોલતા નથી?

બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ મંગાતા મહિલાનો આક્રોશ
હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મુકવા જવા?: વિડીયો વાયરલ

શહેરનાં કોઠારીયા નજીક એક મહિલા સાથે બાળક હોવાને પોલીસે તેમને અટકાવી ટ્રિપલ સવારીનો દંડ માંગ્યો હતો. એને લઈને ઉશ્કેરાયેલી આ મહિલાએ એક વિડીયો વાયરલ કર્યો હતો. એમાં તેણે ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને કહ્યું હતું કે, હર્ષભાઈ સંઘવી, તમે સારું કામ કારો છો,

Visit Saurashtra Kranti Homepage here

પણ અમારે અમારા બાળકોને ક્યાં મુકવા જવા?કોઠારીયા પોલીસ ચોકી નજીકથી આશાબેન પટેલ નામની મહિલાએ કહ્યું હતું કે, એક દાદા બાળકને લઈને જતા હતા. અમારે સેવાવાળા બહેનો પણ બાળકોને લઈને જતા હતા. તો પોલીસ કહે છે, ત્રણ સવારીનો દંડ લાવો. આ દંડનાં પૈસા ઉઘરાવો છો,

પણ નેતાઓ હજારોની સંખ્યામાં રેઢી કાઢે છે. ત્યારે કેમ કાંઈ બોલતા નથી? ત્યારે નિયમો નડતા નથી? સામાન્ય માણસને લૂંટવામાં બધું નડે છે? છોકરાને ક્યાં મુકવા જવા? મમ્મી-પપ્પા બાઈકમાં જાય અને છોકરાવને શું રીક્ષામાં મોકલે? વધુમાં મહિલાએ કહ્યું હતું કે, આ સરકાર સરસ કામ કરે છે.

Read About Weather here

પરંતુ અહીં નાના માણસોને હેરાન કરવામાં આવે છે. એટલે તમે ખાસ ધ્યાન આપજો કે કેટલાક લોકો આ મુદ્દે હેરાન થાય છે. સંઘવી સાહેબ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ. હું એક સામાજીક કાર્યકર છું અને આ વાત સંઘવી સાહેબ સુધી પહોચાડવી મારી ફરજ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here