પ્રથમ વીડિયોમાં રાજધાની ઈસ્લામાબાદની એક હોટલમાં PTIના બળવાખોર નેતા નૂર આલમ ખાન, PPP સેનેટ મુસ્તફા નવાજ ખોખર, ફૈસલ કરીમ કુંડી અને નદીમ અફઝલ એક વૃદ્ધની સાથે મારપીટ કરતા દેખાય છે. પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન પછી સરકાર અને વિપક્ષ બંને તરફના નેતાઓની દાદાગીરીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.વીડિયોની શરૂઆતમાં ફૈસલ કરીમ કુંડી વૃદ્ધ પર ગ્લાસ ફેંકે છે. જ્યારે વૃદ્ધે વળતો પ્રહાર કરવાની કોશિશ કરી તો ખોખરે તેમને પકડીને માથામાં મુક્કો માર્યો.
Visit Saurashtra Kranti Homepage here
જોકે હજી એ વાતની કોઈ સ્પષ્ટતા થતી નથી કે ઝઘડાની શરૂઆત કોણે કરી હતી.નૂર આલમે પોલીસને જણાવ્યું હતું કે વૃદ્ધે તેમને ગાળો અને ધમકી આપી હતી. એને પગલે મારામારી શરૂ થઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીએ આ ઘટના માટે PPP નેતાઓ અને નૂર આલમ પર પહેલા મારામારી કરવાની શરૂઆતનો આરોપ લગાવ્યો છે.બીજા વીડિયોમાં PTIના નેતા ફહીમ ખાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને ઈન્ટરનેશનલ ભિખારી કહેતા દેખાય છે.
Read About Weather here
નેશનલ એસેમ્બ્લીમાં તેમણે વડાપ્રધાન તરફ કેમેરો ફેરવીને કહ્યું હતું કે તેમની પાર્ટી ઈમાનદાર છે અને શરીફ જેની સાથે છે તે તો ભિખારી છે.આ વીડિયો વાઈરલ થયા પછી ઘણા લોકો ફહીમ ખાનની ટીકા કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે શહબાઝ શરીફ હવે પાકિસ્તાનના વડાપ્રધાન છે અને તેમના માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો તે દેશને બદનામ કરવા સમાન છે.હાલ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર, ગઠબંધનમાં સામેલ 12 પાર્ટીના સાંસદોને સંખ્યા મુજબ કેબિનેટમાં સ્થાન મળશે.આજે કેબિનેટ મિનિસ્ટર્સનાં નામની જાહેરાત થઈ શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here