નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોનાં મોત

નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોનાં મોત
નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતા 52 લોકોનાં મોત

હજી પણ ફેક્ટરીમાં ઘણાં લોકો ફસાયા,મૃતકોની સંખ્યા વધવાની શક્યતા: રાહત-બચાવ કામગીરી શરૂ
બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના
30થી વધારે લોકો ઘાયલ, 25 લોકોને ફેક્ટરીની છત પરથી બચાવાયા

બાંગ્લાદેશના રુપગંજમાં એક ફેક્ટરી આગ લાગવાના કારણે 52 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યૂટી ડિરેક્ટર દેબાશીષ વર્ધને મીડિયાને જણાવ્યું છે કે, ઓછામાં ઓછા 40 મૃતદેહો અમને મળ્યા છે.

Subscribe Saurashtra Kranti here

રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોત જોતામાં છઠ્ઠા માટે પહોંચી ગઈ હતી. મૃતકોની સંખ્યા વધી શકે છે.

રુપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં છે કે જણાવ્યું કે, ફેક્ટરીમાં કામ કરનાર મજૂરોના પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા છે.પોલીસે જણાવ્યું કે, આગ ઢાકાની બહાર એક ઓદ્યોગિક શહેર રુપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. શુક્રવાર સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહતો.

Read About Weather here

રેસ્ક્યુ ટીમે ઘણાં લોકોને બચાવ્યા છે પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા. પોલીસ ઈન્સપેક્ટર શેખ કબીરુલ ઈસ્લામે કહ્યું કે, છ ફ્લોરની ફેક્ટ્રીમાં ઝડપથી લાગેલી આગના કારણ ઉપરના ફ્લોરથી કૂદીને જીવ બચાવવામાં આછોમાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. હજી ડઝનો જેટલા કર્મચારીઓ ગુમ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપડધરીમાં રાત્રી કરફ્યુમાં બાળકો રમવા મુદ્દે દંપતી પર ત્રણ શખ્સોનો હુમલો
Next articleનવરચિત કેબીનેટના મંત્રીઓનો ‘કલાસ’ લેતા મોદી