નીકાવા પાસે કાર પલ્ટી ખાઇ જતાં યુવતિનું મોત

નીકાવા પાસે કાર પલ્ટી ખાઇ જતાં યુવતિનું મોત
નીકાવા પાસે કાર પલ્ટી ખાઇ જતાં યુવતિનું મોત

કાલાવડના નીકાવા અને વડાળા વચ્ચે સિંગલ પટ્ટી રોડ પર કાર પલ્ટી મારી જતાં રૈયા રોડ હનુમાન મઢી પાસે છોટુનગરમાં રહેતાં રીટાબેન નયનભાઇ પંડ્યા (ઉ.વ.58)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પતિ પુરવઠા નિગમના નિવૃત અધિકારીનો બચાવ થયો હતો.

Read National News : Click Here

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ છોટુનગર-3માં રહેતાં નયનભાઇ પંડ્યા (ઉ.60) અને તેમના પત્નિ રીટાબેન પંડ્યા (ઉ.58) ગઇકાલે રવિવારે સગાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે કાર લઇને જામકંડોરણા ગયા હતાં.

Read About Weather here

ત્યાંથી બપોર બાદ પરત રાજકોટ આવતી વખતે નીકાવા-વડાળા વચ્ચે સીંગલ પટ્ટી રોડ પર કાર પલ્ટી ખાઇ જતાં રીટાબેનને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. નયનભાઇનો બચાવ થયો હતો. સારવાર દરમિયાન રીટાબેને દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી. કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.(9.3)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here