ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઈ દોંગાને ભુજ જેલમાંથી સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જયંથી તે ભાગી જતા પુરા ગુજરાતની પોલીસને ધંધે લગાડનાર નિખિલ દોંગાને
Subscribe Saurashtra Kranti here
પોલીસ જાપ્તા હેઠળથી ભગાડવામાં મદદગારી કરનાર પાર્થ ધાનાણીને નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.
બનાવની હકીકત જોઈએ તો ખુનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે રહેલ નિખિલ દોંગા વીરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોકલવામાં આવેલ જે ભુજની પાલારા જેલમાંથી સારવાર અર્થે
નિખિલને જી. કે. જનરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ અને ગત તા.25-3 થી તા.29-3 સુધી સારવાર લીધેલ બાદ રાત્રીના ભરત નામના વ્યક્તિ તથા અજાણ્યા વ્યકિતની મદદગારીથી પોલીસ જાપ્તામાં રહેલ
પોલીસવાળાની બેદરકારીના કારણોસર ભુજ હોસ્પીટલમાંથી ફોરવ્હીલ કારમાં સવાર થઈ નિખિલ દોંગા નાશી જતા પુરા ગુજરાતમાં ચકચાર જાગેલ જે ગુનહાની ફરીયાદ ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા
સહદેવસિંહ માવસંગભા ચૌહાણે ભુજ બી – ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિખિલ દોંગા સહીતનાઓ વિરૂધ્ધ તા.29-3 ના ગુન્હો દાખલ કરાવેલ.
ઉપરોકત કેસમાં જામીન મુક્ત થવા રાજકોટના રહીશ પાર્થ બીપીનભાઈ ધાનાણીએ કરેલ જામીન અરજી ભુજની સેશન્સ અદાલતે રદ કરતા તેની સામે
નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી કરી રજુઆત કરેલ કે, અરજદારે ગુન્હામાં કોઈ રોલ ભજવેલ નથી રાજકીય ઉદેશ્યથી અનેક નિર્દોષ લોકોને મદદગારીના ઓઠા હેઠળ ફીટ કરી દેવામાં આવેલ છે
અને પોલીસ કસ્ટડી દરમીયાનના આરોપીના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવેલ છે વિગેરે લંબાણ પુર્વકની રજુઆતો કરવામાં આવેલ.
તમામ હકીક્તો નજર અંદાજે લઈ અરજદારને જામીન ઉપર મુકત મુનાસીફ માની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજદાર પાર્થ ધનાણીને રેગ્યુલ જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલ. ઉપરોકત કામમાં અરજદાર પાર્થ ધાનાણી
Read About Weather here
વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુજના એડવોકેટ આર.એસ. ગઢવી, હાઈકોર્ટના એડવોકેટ આઈ. એચ. સૈયબ તેમજ સુરેશ ફળદુ એશોશીયેટસના ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here