જુના ઝગડાનો ખાર રાખી સામ – સામે હુમલો થતા ફરિયાદ નોંધાઈ
શહેરના ઢેબર રોડ પર નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અગાઉની મારમારીનો ખાર રાખી તલવાર – ધારીયા, ધોકા વડે મારમારી થતા ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ભક્તિનગર પોલીસે સામ – સામી ફરિયાદ નોંધી છે.
Subscribe Saurashtra Kranti here
ઢેબર રોડ પર નારાયણનગરમાં રહેતા ભાદા દુલાભાઈ સોલંકી ( ઉ.વ 40)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વિજય રામદાસ, પ્રેમજી રામદાસ, જીતુ રમેશ વાઘેલા, મુકેશ રમેશ વાઘેલાની સામે જુના ઝગડાનો ખાર રાખી તલવાર – પાઇપ, કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજા કર્યાની અને છોડાવવા પડેલા રેખાબેનને પણ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.હેડ કોન્સ્ટેબલ એન.એલ.ચાવડાએ આઈપીસી 323, 324, 504,506 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read About Weather here
જ્યારે સામા પક્ષે નારાયણનગરમાં રહેતા કાના વશરામ વાઘેલા ( ઉ.વ 45) ની ફરિયાદ પરથી સુરેશ દુલા દેવીપૂજક , સુરેશ હેમુ દેવીપૂજક, તેમના પુત્રો સામે તલવાર કુહાડી પાઇપ વડે મારમારી અંગેનો ભક્તિનગર પોલીસે આઈપીસી 323, 324, 504,506 મુજબ ગુનો નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here