રાજકોટ મનપામાં જાદુગરીનો નવો રાઉન્ડ
મોટાપાયે સાફસુફીને બદલે આંખે પાટા બાંધવા જેવા પગલા કેમ? માત્ર એક કર્મી સામે એકાદ પગલાને લઈને સમગ્ર શહેરમાં જાગતી જોરદાર ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકામાં અનેક મહત્વનાં અને મલાઈદાર ગણાતા હોદ્દાઓ પર ચોક્કસ અધિકારીઓ અને કર્મીઓ અસાધારણ રીતે લાંબા સમયથી પેધી પડ્યા હોવાના અને સ્થાપિત હિત બની જવાથી દરેક પ્રકારની તપાસ અને કાર્યવાહીથી બચી જતા હોવાના પ્રકરણથી મનપા વિશે શહેરનાં નાગરિકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ
Visit Saurashtra Kranti Homepage here
થતી સંભળાઈ રહી છે. ચોક્કસ હોદ્દાઓ પર પાંચ વર્ષ જેવા સમયથી બિરાજમાન ચોક્કસ અધિકારીઓ અને કર્મીઓની કામગીરી સામે અનેક પ્રકારની ગંભીર ફરિયાદો થઇ છે. એવા અહેવાલો વચ્ચે ભીંસમાં આવેલા મનપા તંત્ર દ્વારા જાણે કે બહુ મોટો મીર માર્યો હોય એવો દેખાવ કરવામાં આવતા શહેરીજનોમાં વળી નવી ચર્ચા જાગી છે
અને ચીટકું અમલદારશાહી તંત્રનાં પ્રકરણમાં એક નવા પ્રકારનો વળાંક આવી રહેલો દેખાય છે. નવાઈ એટલા માટે સર્જાય છે કે આજે બહુ મોટા ઉપાડે કામગીરી અને ફરજમાં ગંભીર બેદરકારી સબબ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટનાં વોર્ડ નં. 3 નાં એક સેનેટરી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
દેખાવ એવો કરવામાં આવ્યો છે કે, મનપા તંત્રનાં ભ્રષ્ટ તત્વો સામે કોઈ બહુ મોટી કાર્યવાહીની ધાડ મારી દેવામાં આવી છે. પણ અંદર ખાને તપાસ કરતા એવું કશું જોવા મળતું નથી.
વાસ્તવમાં મનપામાં બેઠેલા કારીગરોની જાદુગરીનો એક વધુ નમુનો બહાર આવ્યો છે. કેમકે મોટા મગરમચ્છોને સીફત પૂર્વક છાવરી શકાય એવા હેતુ અને ગણતરી સાથે નાની અને રક્ષણ વગરની માછલીઓને પકડવાનું શરૂ કરાયું છે.
નાટકોને પણ ઝાંખા પાડી દે એવા કરતબો માટે જાણીતા મનપા તંત્ર એ એક નાનકડા ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી મોટી કાર્યવાહી કરી નાખ્યાની અમથો-અમથો ઓડકાર ખાઈ લીધો છે. પણ વાસ્તવમાં મૂળ પ્રશ્ર્ન અને સમસ્યા તો જેમના તેમ રહે છે.
જેમની સામે ખરેખર કાર્યવાહી અને કડક પગલાની જરૂર છે. એમના સુધી તો કહેવાતા શક્તિશાળી મનપા તંત્રનાં હાથ આજે પણ પહોંચી શક્યા નથી અને એ સ્થાપિત હિતો મરક-મરક થઇ રહ્યા છે. જાણે કે, આપણને સાનમાં સમજી જવાનો પડકાર ફેંકી રહ્યા છે
અને કહીં રહ્યા છે કે, કોની માં એ સવાશેર સુંઠ ખાધી છે કે અમારા ગળા સુધી એમના હાથ પહોંચાડી શકે? વોર્ડ નં.3 માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે કામ કરતા રમેશભાઈ જે પરમારને કામગીરીમાં ગંભીર બેદરકારી સબબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.
આ ઇન્સ્પેક્ટર વિરુઘ્ધ ફરજમાં અનિયમિતતા, વોર્ડમાં લોકો તરફથી આવતી ફરિયાદોનો નિકાલ કરવામાં લાપરવાહી જેવી ગંભીર ફરિયાદો થઇ હતી. એટલે તાકીદે પગલા લેવામાં આવ્યા છે. ફરજ ચૂક કરનાર સામે પગલા લેવાય તેની સામે કોઈ વાંધો હોય શકે નહીં.
કેમકે મનપા એ કોઈ પ્રાઇવેટ પેઢી કે અંગત કંપની નથી પણ શહેરીજનોને શક્ય તમામ સુવિધાઓ અને જાહેર સુખાકારી પૂરી પડવાની જવાબદારી ધરાવતી લોક તાંત્રિક સંસ્થા છે.
એટલે એ સંસ્થામાં કામ કરી રહેલા તમામ સારા લોકોની કદર કરવામાં આવે એ જ રીતે નઠારા બની ગયેલા તત્વો સામે તેના હોદ્દા અને તેની વગ જોયા વિના સમાન રીતે કડક અને આકરા પગલા લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.
તો જ સમાનતાનો સિધ્ધાંત મનપામા કામ કરી રહ્યો હોય તેવું અભિપ્રેત થઇ શકે છે. એકાદ કિસ્સામાં માત્ર સમ ખાવા પૂરતા પગલા લઈને તંત્ર દંભ અને દેખાડો કરે તેનાથી સમસ્યાનો અંત લાવી શકાય તેમ નથી. આ તો લોકોનાં આંખે પાટા બાંધવા જેવી વાત થઇ ગણાય.
મગરમચ્છો મનપાનાં મહાસાગરમાં આરામથી વિચરતા રહે, ધાર્યું કરતા રહે, મન ફાવે તેમ મરજી મુજબ કામ કરતા રહે અને છતાં સજામાંથી મચી જાય જયારે નાની માછલીઓ
Read About Weather here
પર ધોસ બોલાવીને મનપા તંત્ર સમાન ધોરણે કામ કરી રહ્યાનો દેખાવ કરવા લાગે ત્યારે કહેવું પડે કે, મનપા તંત્રમાં જાદુનો નવો ખેલ શરૂ થયો છે. તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here