નાગાલેન્ડમાં આર્મી ઓપરેશનમાં નાગરિકોની હત્યાથી સંસદમાં ધમાલ

નાગાલેન્ડમાં આર્મી ઓપરેશનમાં નાગરિકોની હત્યાથી સંસદમાં ધમાલ
નાગાલેન્ડમાં આર્મી ઓપરેશનમાં નાગરિકોની હત્યાથી સંસદમાં ધમાલ

ઘટનાની તપાસ અને પરિવારોને વળતરની માંગણી કરતા વિપક્ષનાં સભ્યો; લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં ખોરવાતી કાર્યવાહી, અમિત શાહ ગૃહમાં જવાબ આપશે

નાગાલેન્ડમાં બંડખોરો સામેની લશ્કરીદળોની કાર્યવાહીમાં 13 નિર્દોષ નાગરિકોનાં મોતની ઘટનાથી આજે સંસદ હચમચી ઉઠી હતી અને કોંગ્રેસ સહિતનાં વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર જોરદાર હંગામો કરતા બંને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઇ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષી ધમાલને કારણે કાર્યવાહી બપોર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ આ ઘટના પર બંને ગૃહમાં જવાબ આપે તેવી શક્યતા છે.

લોકસભામાં સભ્યોએ નિર્દોષ નાગરિકોને ઠાર મારવાની ઘટનાથી દુ:ખ વ્યક્ત કર્યું હતું અને લશ્કરની કાર્યવાહીને વખોડી કાઢી હતી. વિપક્ષી સભ્યોએ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા અને મૃતક નાગરિકોનાં પરિવારોને વળતર આપવા જોરદાર માંગણી કરી હતી.

વરિષ્ઠ સભ્ય અને કોંગ્રેસનાં નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટનાં પદસ્થ જજનાં નિરીક્ષણ હેઠળ ઘટનાની અદાલતી તપાસ થવી જોઈએ. આ કાર્યવાહીમાં જે કોઈ દોષિત હોય એ તમામ સામે સરકારે પગલા લેવા જોઈએ અને લશ્કરને આવી કોઈ તપાસથી મુક્તિ આપતા અફસ્પા કાયદાનો અમલ કરવો જોઈએ નહીં.

વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મૃતકોનાં પરિવારોને રૂ. 5-5 લાખની સહાય આપી છે. એટલે કેન્દ્ર સરકારે પણ પૂરતું વળતર આપવું જોઈએ. શિવસેનાએ માર્યા ગયેલા તમામ 16 નાગરિકોનાં પરિવારોને રૂ. 25-25 લાખની સહાય આપવા માંગણી કરી હતી.

એનસીપીનાં સુપ્રિય સુળે એ રૂ. 50-50 લાખ ચૂકવવા માંગણી કરી હતી. નાગરિકોને હત્યા માટે સામીલ લશ્કરની પેરાટ્રુપર ટુકડીનાં તમામ 21 જવાનો સામે સખત પગલા લેવા વિપક્ષોએ એકી અવાજે માંગણી કરી હતી.

રાજ્યસભામાં પણ જબરદસ્ત શોરબકોર મચી ગયો હતો. વિપક્ષી સભ્યોએ નાગાલેન્ડની ઘટનાની ઊંડી તપાસની માંગણી કરી હતી. ભારે ધમાલ વધી જતા બંને ગૃહોને બપોરનાં ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.

લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ ખાતરી આપી હતી કે બપોર બાદ ગૃહમંત્રી અમિત શાહ ઘટના અંગે બંને ગૃહોમાં નિવેદન કરશે.ગઈકાલે નાગાલેન્ડમાં નાગા બળવાખોરો વિરૂધ્ધ થયેલી એક કાર્યવાહીમાં લશ્કરીદળોનાં હાથે 13 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.

આ અંગે ખૂબ જ દેકારો મચી જતા સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિની ચર્ચા કરી હતી. આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ બન્યો છે.

Read About Weather here

બળવાખોરોને બદલે નિર્દોષ નાગરિકોની હત્યા વિપક્ષે હદય દ્રાવક ગણાવી છે. સાંસદોએ આક્ષેપ કર્યો છે કે, અઘુરી અને અણઘણ ગુપ્ત માહિતીને આધારે સેનાએ આ કાર્યવાહી કરી છે અને આખું ઓપરેશન ઉંધુ ઉતરી ગયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here