મહારાષ્ટ્રમાં નવા કેસોમાં ઉછાળો આવ્યો, દેશમાં કેસ ઘટયા: વેક્સિન બાદ જ દુકાન ખોલવાનો આદેશ અપાતા મુંબઇ અને મહારાષ્ટ્રમાં તમામ શોપીંગ મોલ બે દિવસ ખોલીને બંધ કરી દેવાયા: ગુજરાતમાં કોરોનાના 17 કેસો નોંધાયા
Visit Saurashtra Kranti Homepage here
બે મહિનાના લાંબા અરસા બાદ વેક્સિનેશનની કામગીરીમાં નવો વિક્રમ સ્થપાયો છે. ગઇકાલે એક દિવસમાં જ દેશભરમાં 86.29 લાખ નાગરીકોને વેક્સિન આપવામાં આવી હતી. આ રીતે કુલ 55 કરોડ નાગરીકોને અત્યાર સુધીમાં વેક્સિન અપાઇ ગઇ છે તેવું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જાહેર કર્યુ હતું.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, આવા કોરોના વાઇરસ સામેની દેશની લડાઇને વધુ મજબુત બનાવી અને રસી મુકાવી લઇએ. સોમવારે પણ 55 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં 5 લાખ 22 હજારથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો હતો.
ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને યુપીમાં 18 થી 44 વર્ષની વયના 1 કરોડ નાગરીકોને વેક્સિનના ડોઝ અપાઇ ગયા છે. દરમ્યાન મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો હજુ વધી રહયા છે. મુંબઇમાં મોટા ભાગના શોપીંગ મોલ બે દિવસ ખુલીને બંધ થઇ ગયા છે.
મોલના તમામ કર્મચારીઓને એક અથવા એક થી વધુ ડોઝ આપવાનો બ્રુહદ મુંબઇ મહાનગર પાલિકાએ આદેશ આપ્યો છે. આ આદેશના પગલે મોલ સંચાલકોએ મોલ બંધ કરી દીધા છે.
Read About Weather here
દરમ્યાન દેશમાં લગભગ 152 દિવસ બાદ પહેલી વખત ઓછામાં ઓછા કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 35178 કેસો નોંધાયા હતા. તેવું ગૃહખાતાની યાદીમાં જણાવ્યું હતું. જયારે વધુ 437 દર્દીઓના મોત થયા હતા.
અત્યારે દૈનિક 12 હજાર જેવો ઘટાડો કેસોમાં નોંધાયો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 4408 નવા કેસો નોંધાયા હતા અને વધુ 116નાં મોત થયાનું નોંધાયું હતું. (2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here