નવી મેગણી ગામની સીમમાં આવેલા લક્ષ્મણ વાટીકા ફાર્મ હાઉસમાં જુગાર કલબ ઝડપાઈ

નવી મેગણી ગામની સીમમાં આવેલા લક્ષ્મણ વાટીકા ફાર્મ હાઉસમાં જુગાર કલબ ઝડપાઈ
નવી મેગણી ગામની સીમમાં આવેલા લક્ષ્મણ વાટીકા ફાર્મ હાઉસમાં જુગાર કલબ ઝડપાઈ

ભીમ અગીયારસનું મુહુર્ત સાચવા જુગાર રમતા 14 સુકાનીઓને લાધીકા પોલીસે દબોચી લઇ રૂ.9.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

લોધિકા તાલુકાનાં નવી મેગણી ગામની સીમમાં ધમધમતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી ભીમ અગીયારસનું મુહુર્ત સાચવામાં જુગાર રમતા 13 સુકાનીઓને લોધિકા પોલીસે દબોચી લઇ રૂ. 9.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ લોધિકાનાં નવી મેગણી ગામની સીમમાં આવેલા લક્ષ્મણ વાટીકા ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ રાજકોટનો કોન્ટ્રાક્ટર ચલાવતો હોવાની બાતમી મળતા લોધિકા પોલીસ મંથકનાં પી.એસ.આઈ એચ.એમ.ધાધલ, એ.એસ.આઈ. કીર્તીદાન ગઢવી સહિતનાં સ્ટાફે ઉપરોક્ત નવી મેગણી ગામની સીમમાં આવેલા લક્ષ્મણ વાટીકા ફાર્મ હાઉસમાં દરોડો પડતા રાજકોટનાં 80 ફૂટ રોડ પર કોઠારીયા કોલોની ક્વાર્ટરમાં રહેતો કોન્ટ્રકટર ધવલ ગજેરા નામનો પટેલ શખ્સ પોતાના ફાર્મ હાઉસમાં બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી જુગાર ક્લબ ચલાવતો પકડાયો હતો.

Read About Weather here

સ્થળ પરથી પોલીસે ભીમ અગીયારસનું મુહુર્ત સાચવવા જુગાર રમવા બેઠેલો ધવલ બેચર ગજેરા, કોઠારીયા રોડ પર આવેલી માસ્તર સોસાયટીમાં રહેતો ગૌરવ રમેશ વધાસીયા, નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગરમાં રહેતો મનોજ અશોક પીઠવા, કુવાડવા રોડ પર રણછોડનગરમાં રહેતો ચિરાગ અશોક ગજેરા, હરીધવા રોડ પર અયોધ્યા સોસાયટીમાં રહેતો.

મોહિત રાજુ પારસાણા, સોરઠીયા વાડી સર્કલ પાસે રહેતો રતનસિંહ હિરાસિંહ સિન્હા, નાના મહિકા ગામે રહેતો ધનજી ઠાકરજી પોકર, ભાવનગર રોડ પર સિલ્વરનેસ્ટ સોસાયટીમાં રહેતો શ્રોયસ કરશન ઢોલરીયા, ઘનશ્યામનગરમાં રહેતો ભાવેશ ભીખુ વાઘેલા, જયરામ પાર્કમાં રહેતો હિરેન દિનેશ ગઢીયા સોરઠીયા વાડી સર્કલ પાસે રહેતો સુરજસિંહ હિરાસિંહ સિન્હા, નવી મેંગણી ગામે રહેતો ભીખુ કુરજી મોણપરા, ભવાની ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતો અસ્લમ મહેબુબ  હેરજા સહિત ૧૩ શખ્સોની પોલીસે ધરપકડ કરી રોકડા રૂ. 65760 તથા ત્રણ વાહનો તથા 13 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 916760 નો મુદ્દામાલ કબજે કર્યો છે.