નવા સબંધ માટે લોહીના સબંધનું ખૂન

નવા સબંધ માટે લોહીના સબંધનું ખૂન
નવા સબંધ માટે લોહીના સબંધનું ખૂન

પૌત્રની ઈચ્છા લગ્ન કરવાની હતી પરંતુ દાદી યુવતીઓને જોઈને રિજેક્ટ કરી દેતાં હતા. મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પૌત્રએ પોતાની દાદીની એટલા માટે હત્યા કરી નાંખી કેમકે તેની દાદી લગ્નમાં અડચણ ઊભી કરતા હતા. આ ઘટના સોલાપુરના જોડભવી પેઠના આદર્શ નગર સોસાયટીની છે. લગ્ન માટે થઈને દાદીની હત્યાનો કિસ્સો સાંભળીને આજુબાજુના લોકો ચકિત થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે થયેલી આ ઘટના પછી 25 વર્ષના આરોપી પૌત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કડક પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબૂલી લીધો છે.તપાસમાં સામે આવ્યું છે કે આદર્શ નગરમાં રહેતાં મલનબી હસન નદાફ નામનાં વૃદ્ધ મહિલાએ પોતાના પૌત્ર સલીમ નદાફને લગ્ન માટે કર્ણાટકથી ઘરે બોલાવ્યો હતો. દાદીના કહ્યાં બાદ સલીમે કેટલીક છોકરીને જોઈ જેમાંથી કેટલીક યુવતી તેને પસંદ પણ આવી હતી, પરંતુ લગ્નની વાત આગળ વધે તે પહેલાં જ દાદી તે યુવતીઓને રિજેક્ટ કરી દેતાં હતા.

Read About Weather here

સલીમને લાગી રહ્યું હતું કે તેના દાદીએ તેને પરેશાન કરવા માટે કર્ણાટકથી અહીં બોલાવ્યો છે.આ કારણે સોમવારે તે રોષે ભરાયો અને દાદી પાસે પહોંચીને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો. દાદીને મારતો હતો તે સમયે તે વારંવાર બોલતો હતો, ‘તમે મારા લગ્નની વ્યવસ્થા કેમ નથી કરતા? તમે મને કર્ણાટકથી અહીં કેમ બોલાવ્યો છે?’મામલો એટલી હદે વધી ગયો કે તેને ડંડાથી દાદી પર હુમલો કરી દીધો અને તેમને ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું મોત ન નિપજ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here