નવા ગામમાં યુવકની હત્યા કરનાર પાંચ સકંજામાં

નવા ગામમાં યુવકની હત્યા કરનાર પાંચ સકંજામાં
નવા ગામમાં યુવકની હત્યા કરનાર પાંચ સકંજામાં

શહેરની ભાગોળે આવેલ સાત હનુમાન સોખડા રોડ સાત હનુમાન નજીક રાત્રે ભરવાડ યુવાનની હત્યાની ઘટના બનતા સ્થાનિક પોલીસ સહિત એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો. જ્યારે એક આરોપીને ઇજા હોય તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આરોપીઓને નોનવેજની દુકાન હોય ત્યાં કૂતરા ભેગા થતા હતા. ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગ હતો જેથી ત્યાં આવેલા કોઈ મહેમાનને કૂતરું કરડી જતા માથાકૂટ થઈ હતી જેમાં નસ્ત્રનોનવેજની દુકાન હટાવી લેજેસ્ત્રસ્ત્ર તેમ કહેતા છરીના ઘા ઝીંકી હત્યા પાંચ આરોપીઓએ હત્યા નિપજાવી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

મૃતક છગન ઘેલાભાઈ ઉર્ફે ગેલાભાઈ ઝાપડા(ઉ.વ.28, રહે. સાત હનુમાન પાછળ, સોખડા રોડ, નવાગામ – આણંદપર)ના ભાઈ મોતી ઝાપડા(ઉ.વ.27)એ કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઈકાલે મારા ભાણેજ રમેશ કરશન બાંભવાનો લગ્ન પ્રસંગ હોવાથી ઘરે મહેમાન આવ્યા હતા. જેમાં તેમના ઘરથી થોડે જ દૂર અસ્લમશા ફકીર અને તેનો ભાઈ કાદરશાની માસ – મટન – મચ્છી નોનવેજની દુકાન આવેલી છે. તેની દુકાન પાસે નોનવેજનો હેઠવાડ નખાતો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં કૂતરા ભેગા થતા હતા. આ મામલે અગાઉ અહીં હેઠવાડ ન નાખવા અને કૂતરા ભેગા ન કરવા ભરવાડ પરિવારે નોનવેજની દુકાન ધરાવતા બન્ને ભાઈઓને સમજવ્યા હતા.

ગઈકાલે લગ્ન પ્રસંગ હોવાથી મોતીના કાકા સામતભાઈ ઝાપડા ત્યાં આવ્યા હતા ત્યારે જ આ નોનવેજની દુકાને એકઠા થયેલા કુતરમાંથી કોઈ કૂતરું કરડી ગયું હતું. જેથી ભારે માથાકુટ થઈ હતી. અગાઉની અદાવત પણ તાજી થઈ જતા બન્ને પક્ષે ભારે ઉગ્રતા પકડી લીધી હતી.

મામલો બીચકતા મોતી અને છગન સહિતના ભરવાડ શખ્સો નોનવેજની દુકાને સમજાવવા પહોંચ્યા હતા જ્યાં માથાકુટ વધી જતાં અસ્લમ, તેના ભાઈ કાદરશા અને કાકા ગુલામ હુશેન ફકીર(રહે. માલિયાસણ) અને અસ્લમના મિત્રો ધર્મેશ રમેશ પરમાર અને રવિ મોહન પરમાર( રહે. સાત હનુમાન પાછળ, સોખડા રોડ)એ હુમલો કર્યો હતો. જેમાં છગનને ચાર શખ્સોએ પકડી રાખ્યો હતો અને ધર્મેશ પરમારે નેફામાંથી છરી કાઢી છગનના પેટના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. વચ્ચે બચાવવા પડેલા છગનના બીજા ભાઇ સગરામ ઝાપડાને પણ હાથમાં છરીના છરકા લાગ્યા હતા. સામા પક્ષે અસ્લમને પણ માથામાં ધારીયાનો ઘા લાગ્યો હતો.

બનાવના પગલે કુવાડવા રોડ પોલીસના પીઆઇ એન.એન. ચુડાસમા, પીએસઆઈ પ્રદ્યુમ્નસિંહ રોહડિયા (ગઢવી), એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા, જયંતીભાઈ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા, કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દોડી ગઈ હતી. હોસ્પિટલમાં ખસેડાયેલા છગનને પેટના જમણા ભાગે છરીના ઊંડા ઘા લાગ્યા હોય તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Read About Weather here

ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ અસલમશા રસુલભાઈ ફકીર (ઉ.વ.26 રહે માલિયાસણ)એ પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે અમારી નોનવેજની દુકાન બંધ કરાવવા ત્રણેક વર્ષ પહેલા પણ ભરવાડ શખ્સો સાથે ડખ્ખો થયેલો ત્યારે અમે ત્રણ-ચાર દિવસ દુકાન બંધ રાકેલી, ગત રાત્રે છગન અને તેના પરિવારના અન્ય સભ્યો દુકાને ફરી માથાકૂટ કરવા આવેલા જેમાં ઘરાકી વખતે જ છગન ત્યાં અપશબ્દો કહેવા લાગેલો અને અહીં કૂતરા ભેગા ન કરવા, તમારી દુકાન બંધ કરી દેજો તેવું કહેવા લાગ્યો હતો અને કુતરા બાંધીને રાખો તેમ કહેતા અમે કહેલું કે, આ અમારા પાલતુ કૂતરા નથી, પ્રથમ શાબ્દીક બોલાચાલી બાદ માથાકૂટ ઉગ્ર બનતા બન્ને પક્ષે સામસામે હુમલો થયો હતો. હત્યાનો ભોગ બનનારના ભાઇ મોતી ઝાપડાની ફરીયાદ પરથી અસલમ ફકીર, કાદર શાહ, ગુલામ હુસેન, ધર્મેશ પરમાર અને રવિ પરમાર સામે કુવાડવા પોલીસે હત્યાનો ગુન્હો નોંધયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here