શાકભાજી વેચતી મહિલા સતાહે નામચીન શખ્સે ઝઘડો કરી રેકડી ઉંધી વાળી દઈ નુકશાની કરતા પોલીસે આરોપીને પકડવા ગયા હતા
કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટીનાં નામચીન શખ્સે આતંક મચાવી શાકભાજી વેચતી મહિલાને મારમારી રેકડી ઉંધીવાળી દઈ નુકશાન કરતા ઘટના સ્થળે પોલીસ દોડી જઈ નામચીન શખ્સે પી.સી.આરનાં ડ્રાઈવર પોલીસમેન પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા નામચીન શખ્સ સામે કુવાડવાપોલીસમાં બે ગુના નોંધાયા છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ નવાગામમાં રંગીલા સોસાયટી પાસે આવેલા પંચવટી પાર્કમાં રહેતી અને શાકભાજી વેચવાનો ધંધો કરતી ગનુબેન મનસુખભાઈ ડાભી (ઉ.વ.38) નામની મહિલા ગઈકાલે રંગીલા મેઈન રોડ પાસે પોતાની રેકડીમાં શાકભાજી વેચતી હતી. ત્યારે સામે તેનો દીકરો લાલજી પણ ત્યાં હાજર હતો તે સમયે રંગીલ સોસાયટીમાં રહેતો નામચીન સંજય ઉર્ફે ટકો વાઘજી રોજાસરા નામનો શખ્સ ત્યાં આવી રેકડી હટાવી લેવાનું કહી મહિલા સાથે ઝઘડો કરી તેના દીકરા લાલજીને માર માર્યો હતો.
Read About Weather here
મહિલાએ પોલીસને ફોન કરતા કુવાડવા રોડ પોલીસ મથકની પી.સી.આરમાં ડ્રાઈવર યોહેશભાઈ કાંતીલાલ પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયા હતા. ત્યારે આરોપી નામચીન સંજય ઉર્ફે ટકો રોજાસરાએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી છુટા પથ્થરનાં ઘા કરી ડ્રાઈવરને ઈજા કરી નાસી જતા નામચીન શખ્સ સામે કુવાડવા પોલીસમાં બે ગુના નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here