નવાગામનો શખ્સ દારૂની 84 બોટલ સાથે ઝડપાયો

નવાગામનો શખ્સ દારૂની 84 બોટલ સાથે ઝડપાયો
નવાગામનો શખ્સ દારૂની 84 બોટલ સાથે ઝડપાયો

કુવાડવા રોડ પર નવાગામ છપ્પનીયા ક્વાર્ટર પાસે બુટલેગર દારૂ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી વિક્રમ મુકેશ સોલંકી (રહે. નવાગામ) ની ધરપકડ કરી મકાનમાંથી વિદેશી દારૂની ૮૪ બોટલ કિંમત રૂ.૪૨૦૦૦ ની કબ્જે કરી હતી.(૫.૧૨)


  • વેલનાથપરામાં જુગાર રમતા ૬ શકુની પકડાયા

શહેરના વેલનાથપરામાં શેરી નં. 18/20 નાં ખૂણે જુગાર ખેલાઈ રહ્યો હોવાની બાતમીનાં આધારે બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા અમિત છગન સોલંકી, રાહુલ ભરત દેત્રોજા, ઉપેશ ધનજી વિજવાડીયા, તુલસી મનીષ ગૌસ્વામી, વિજય વજી કરાણીયા, કલ્પેશ જાદવ જીંજુવાડિયા (રહે. તમામ વેલનાથપરા) ની ધરપકડ કરી રૂ. 11250 ની રોકડ કબ્જે કરી હતી.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here


  • પાંજરાપોળ પાસે રહેતા ઇમીટેશનનાં ધંધાર્થીનું બિમારી સબબ મોત

ભાવનગર રોડ પર ભીમા કોટડીયા-2 માં રહેતા ઇમીટેશનનું કામ કરતા મુકેશ જેસિંગ રોજાસરા (ઉ.વ.42) નું રાત્રીનાં ટી.બી ની બિમારી સબબ બેભાન થઇ ગયા બાદ મોત નિપજતા કોળી પરીવારમાં અરેરાટી મચી જવા પામી હતી.(૫.૧૨)


  • પત્નીએ કેસ કરતા પતિએ પોલીસ ચોકી પાસે ઝેર પીધું

સુરેન્દ્રનગર ગાંધીનગર સોસાયટીમાં રહેતા કર્મકાંડનું કામ કરતા અરવિંદ નવીનચંદ્ર મહેતા (ઉ.વ.44) એ ગુંદાવાડી પોલીસ ચોકીની બહાર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢે જણાવ્યું હતું કે, પત્ની સાત મહિનાથી અલગ રહે છે. ભરણ પોષણ બાબતે પત્નીએ કેસ કરતા મે ઝેરી દવા પીધી છે. મારા બે પુત્ર મારી પત્નીએ છીનવી લીધા છે, હું નિરાધાર બની ગયો હોવાથી આ પગલું ભર્યાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.(૫.૧૨)


  • જેતપૂર નવાગઢમાં જુગાર રમતા પાંચ શકુની પકડાયા

જેતપૂરના નવાગઢ મેઈન રોડ પર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે જેતપૂર સીટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા પિયુષ ઉર્ફે લાલો યોગેશ કારીયા, રાહુલગીરી પ્રફુલગીરી ગૌસ્વામી, સુમિત ઉર્ફે કિશન જેઠુર રોણુકા, રાહુલગીરી દિનેશગીરી, સાગર દેવી પ્રસાદ પંડ્યાની ધરપકડ કરી પોલીસે રૂ.13870 ની રોકડ કબ્જે કરી હતી.(૫.૧૨)

Read About Weather here


  • સરધારમાં શ્રમિક પર ત્રણ શખ્સોનો લાકડી વડે હુમલો

સરધારમાં શીતળાધાર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતા લેથ મશીનમાં કામ કરતા સંદિપ રાધાક્રિષ્ના ચૌધરી (ઉ.વ.22) ને રાત્રીનાં ભરત તથા અજાણ્યા શખ્સોએ લાકડી વડે મારમારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોઈ તસ્કરે ચોરી કરી ગયા બાદ પોતાની ખોટી ઓળખ, સરનામું આપી નાસી છૂટ્યો હતો. જેથી અજાણ્યા ત્રણ શખ્સોએ ભરત નામના યુવકને ગોતી મારમાર્યો હતો. આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)


  • શિવ હોટલ પાસે યુવક પર પાંચ શખ્સોનો હુમલો

ગોંડલ રોડ પર શિવ હોટલ પાછળ 25 વારીયા કવાર્ટરમાં રહેતા નિલેશ ગોપાલ વાઘેલા (ઉ.વ.18) ને રાત્રીના સમયમાં બાઈકમાં બેસાડી ગુલશન, સંદિપ તથા અજાણ્યા માણસોએ લઇ જઈ ભૈયાવાડી ખાતે ધોકા-પાઈપ વડે મારમારી હાથ-પગ ભાંગી નાખતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here