નવાગામની રંગીલા સોસા.ના લતાવાસીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી સંજય સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનમાં ભાવુબેન વીરજીભાઈ રાઠોડ, આરતીબેન ભરતભાઈ રાઠોડ અને દીપુબેન શૈલેષભાઈ સરવૈયા તેમજ નવાગામ ખાતે 50 વારિયા ક્વાર્ટરમાં રહેતાં રહીશોએ આક્ષેપો સાથે જણાવ્યું કે સંજય ઉર્ફે ટકો વાઘજીભાઈ રોજાસરા અમારી માંધાતા સોસાયટીમાં ગમે ત્યારે ધસી આવે છે અને લોકોને ખૂબ જ હેરાન કરે છે.
Visit Saurashtra Kranti Homepage here
આટલું ઓછું હોય તેમ બહેન-દીકરીઓની પજવણી પણ કરતો હોવાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જો કોઈ સંજયને કશું કહે તો તે ‘હું દારૂનો ધંધો કરું છું અને પોલીસ સ્ટેશનમાં નિયમિત હપ્તાઓ પહોંચાડું છું જેથી પોલીસ તો મારા ખીસ્સામાં છે એટલે કોઈ મારું કાંઈ નહીં કરી શકે, હું પોલીસના બાપથી પણ ડરતો નથી’ તેવું કહે છે. સંજય ત્રણ વખત પાસા તળે જેલમાં જઈ આવ્યો હોવા છતાં તે કોઈ પણ જાતના ડર વગર ગુંડાગીરી આચરી રહ્યો છે. લતાવાસીઓએ જણાવ્યું કે ગઈકાલે આ અંગે કૂવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે સંજય રોજાસરા પહેલાંથી જ ત્યાં પહોંચી ગયો હતો અને તેણે પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ સ્ત્રીઓને બેફામ ગાળો ભાંડી હતી.
Read About Weather here
અમે કૂવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ કરી હોવા છતાં સંજય સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. લતાવાસીઓએ એવો આક્ષેપ પણ કર્યો કે સંજય દારૂ વેચે છે અને નિયમિત રીતે હપ્તાઓ આપતો હોવાથી પોલીસ દ્વારા તેના સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દરેક વખતે સંજય લોકો સાથે ઝઘડાઓ કરીને કૂવાડવા રોડ પોલીસ સ્ટેશને ચાલ્યો જાય છે. સંજય અત્યંત ક્રૂર, માથાભારે અને ઝનૂની સ્વભાવનો હોવાથી લોકો તેને કશું કહેતાં પણ ફફડી રહ્યા છે. જો ટૂંક સમયમાં લોકોને ત્રાસમાંથી મુક્ત કરાવવામાં નહીં આવે તો લતાવાસીઓ પોલીસ કમિશનર કચેરીમાં અનશન પર બેસી જશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here