થોડા દિવસ પહેલા જ બકાલી પર હુમલો કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી: કુવાડવા પોલીસે વોરન્ટ બજવણી કરી
નવાગામ આણંદપરમાં રહેતાં અને વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતાં સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.35)ને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે સુરત જેલમાં ધકેલવા આદેશ કર્યો છે.
મારામારીની ટેવ ધરાવતાં અને વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતાં સંજયએ થોડા દિવસ પહેલા જ બકાલુ વેંચતા બહેન અને તેના પુત્રને રેંકડી હટાવવાનું કહી હુમલો કર્યો હતો.
તેમજ પોલીસમેનની ફરજમાં પણ રૂકાવટ કરી હતી.પાસા વોરન્ટ ઇશ્યુ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા,
હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ કમવાણા, હરેશભાઇ સારદીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ અને રાજુભાઇ દહેકવાલે બજવણી કરી હતી.