નવલનગરમાં બે જૂથ વચ્ચે મારામારી: 13 સામે કાર્યવાહી

નવલનગરમાં બે જૂથ વચ્ચે મારામારી: 13 સામે કાર્યવાહી
નવલનગરમાં બે જૂથ વચ્ચે મારામારી: 13 સામે કાર્યવાહી
રાજકોટના મવડી પ્લોટ નજીક આવેલા નવલનગરમાં મોડી રાત્રિના બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારમારી થતા ચાર યુવાનો ઘાયલ થતા તેઓને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે માલવિયાનગર પોલીસ મથક અને મહત્વની બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મોબાઇલ પર યુવતી સાથે વાતચીત કરવા મામલે બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ભુકણની રાહબરીમાં બંને પક્ષે કુલ 12 જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથધરી છે તેમજ બનાવવાળી જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,મવડીના નવલનગરમાં રહેતો ઉદય મનિષભાઈ બધેકા (ઉ.વ.21) અને પાર્થ દિનેશભાઈ કુનેતીયા(ઉ. વ.18) રાત્રીના તેના ઘર પાસે ઉભા હતા તે દરમિયાન ધસી આવેલા જંગલેશ્વરનો મોહસીન ફીરોઝભાઈ સુમરા સહિતના શખસોએ ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા બન્નેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે.જ્યારે સામા પક્ષે જંગલેશ્વરમાં રહેતો મોહસીન ફિરોઝભાઈ સુમરા (ઉ.વ.22) અને શહેબાઝ રજાક ભાઈ શેખ (ઉ.વ.17) રાત્રીના નવલનગરમાં હતા. ત્યારે ઉદય સહિતના શખસોએ છરીઓના ઘા ઝીકી દેતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.બનાવની જાણ થતાં માલવીયાપોલીસ મથકના પીઆઈ ભૂકણ તેમજ ડીસીપી સહિતના અધોકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતા યુવતી બાબતે સોશિયલ મિડીયા પર વાતચીત કરવા મામલે સામાન્ય ઝગડો થતાં જંગલેશ્વરના મોહસીન સહિતનાઓએ સમાધાન માટે નવલનગરમાં ગયા હતા તે દરમિયાન બન્ને જૂથો વચ્ચે સમાધાન સમયે બોલાચાલી થયા બાદ મારામારી થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે બન્ને જૂથની સામસામી ફરિયાદ પરથી કુલ 13 શખ્સો સામે ગૂનો નોંધવાની કાર્યવાહી કરી છે.

Read About Weather here

એસીપી જે.એસ. ગેડમે આ બનાવ મામલે જણાવ્યું હતું કે,મોડી રાત્રે નવલનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. મોબાઈલ ફોન અને મેસેજ કરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. બંને પક્ષ વચ્ચે મારામારી થતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કુલ 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી પોલીસ દ્વારા છ-સાત લોકોની અટકાયત કરવામાં આવી છે.ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવું પણ ઉમેર્યું હતું તેમજ બનાવ સ્થળે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આરોપીઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here