નવરાત્રીની રઢીયાળી રાતને યાદગાર બનાવશે ખેલૈયા

નવરાત્રીની રઢીયાળી રાતને યાદગાર બનાવશે ખેલૈયા
નવરાત્રીની રઢીયાળી રાતને યાદગાર બનાવશે ખેલૈયા

હવે ત્રીજી લહેર નહીં આવના ડો.ગુલેરીયાના નિવેદન બાદ આયોજકો ગેલમાં
ડો.ગુલેરીયાએ કોરોનાની ત્રીજી લહેર નહીં આવવાની આગાહી કરી છે પણ સાથે સાથે સાવચેતી સતતત જાળવવાની સલાહ પણ આપી એ ધ્યાનમાં લેવી જરૂરી
સરકારની ગાઇડલાઇન મુજબ આયોજનો કરવાના શરૂ: ગાઇડલાઇનો ચુસ્ત અમલ કરાશે ઉપરાંત વેક્સિન લીધી હોય તેઓને જ પ્રવેશ અપાશે: આયોજકો
400 લોકોની લીમીટી સંખ્યામાં જ આયોજન કરાશે: રાજ ગઢવી
ગરબાનું કોઇપણ જાતનું આયોજન કરાશે નહીં: સુરેન્દ્રસિંહ વાળા

નવરાત્રીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. હજુ પણ લોકો એ જ મુંજવણમાં છે કે શુ આ વખતે અર્વાચીન ગરબાઓ થશે કે કેમ? સરકાર દ્વારા અત્યારે 400 જેટલા લોકોની સાથે ગરબાની છુટ આપવાનું કહેતા અમુક આયોજનો થનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ હજુ લોકો અવઢણમાં છે કે સરકાર દ્વારા નવી શુ ગાઇડલાઇન બહાર પાડવામાં આવે તેની રાહમાં છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત દ્યટી રહ્યા છે અને એમ્સના ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી.

જો કે તેમણે સાવધ કર્યા કે જયાં સુધી ભારતમાં દરેક વ્યકિતને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે.

ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 25 હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે ધીમે ઓછા થતા જશે.

જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેકિસનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે.

એમ્સ ડાયરેકટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ઘ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે.

પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે.અને હવે ત્રીજી લહેરની કોઇ શકયતાઓ છે જ નહીં આ નિેવેદન બાદ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.

અગાઉ તમામ નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે દેશમાં ત્રીજી લહેરનો ખતરો છે ત્યારે આ આગાહી પ્રમાણે આયોજકોએ અર્વાચીન ગરબાનું આયોજન કરવાનું મુલતવી રાખ્યું હતું.

પણ અત્યારે સરકાર દ્વારા નવરાત્રી ઉપર થોડી રાહત મેળવાના એંધાણ દેખાતા આયોજકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષ રાજકોટ સહિત રાજ્યભરમાં નવરાત્રીનું આયોજન થશે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

પરંતુ આ આયોજનો લિમીટ માત્રમાં હશે કારણકે વધુ ભીડ એકઠી કરી શકાશે નહીં અને સરકારની કડક ગાઇડલાઇનું પણ સંપુર્ણ પણે પાલન કરવાનું રહેશે. રાજકોટમાં દરવષ થતા આયોજનો માંથી આ વર્ષ અડધાથી પણ ઓછા આયોજનો થશે તેમજ તેમાં પણ લીમીટ માત્રમાં લોકો હાજર રહેશે.

ગત 2020 ના વર્ષે પણ કોરોના મહામારીને પગલે ગરબાનું આયોજન કરાયુ ન હતું. ત્યારે સતત બીજા વર્ષે ગુજરાતમાં લોકોને ગરબા કરવા નહિ મળે. મોટા આયોજકો ગરબાનું આયોજન કરવા ડરી રહ્યાં છે.

જનમેદનીને કારણે કોરોના મહામારી વધુ વકરે તેવી શક્યતા છે. રાજકોટમાં પણ આ વર્ષે નવરાત્રિમાં ગરબા નહિ યોજાવા અગાઉ જાહેરાત કરાઇ હતી. રાજકોટનાં સૌથી મોટા ગરબા આયોજકોએ ગરબા ન યોજવાનો નિર્ણય લીધો છે.

કોરોનાના લીધે ગરબા ના યોજવા સહિયર ગ્રુપનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજકોટના આ ફેમસ ગરબાનું આયોજન ના કરવાના નિર્ણયથી ખૈલયા નાખુશ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના ગરબા આયોજકોએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

અમુક આયોજકો દ્વારા જ ગરબાના આયોજન કરવામાં આવશે.રાજકોટ: પાર્થ રાજ કલબના રાજ ગઢવીએ જણાવ્યું હતું કે દરવર્ષ મોટાપાયે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગયા વર્ષે આયોજન કરવામાં આવ્યું ન હતું.

અને આ વર્ષ ગાઇડલાઇન પ્રમાણે આયોજન કરવામાં આવશે. ઓરકેસ્ટ્રાની મંજુરી ન મળવાથી ડી.જે પર ગીતો વગાડવામાં આવશે અને સરકારની ગાઇડલાઇનનું સંપુર્ણ પણે પાલન કરવામાં આવશે. 400 થી વધુ લોકોને પ્રવેશ પણ નહીં અપાયરાજકોટ:ગરબાના આયોજન વિશે સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું

કે હજુ કોરોના સંપુર્ણ પણે આપણી વચ્ચેથી ગયો નથી તેથી સલામતી જરૂરી છે. અને હજુ બન્ને ડોઝ રસીના લીધા હોય તેની સંખ્યા ઓછી છે તેથી કોઇ આયોજન કરવામાં આવનાર નથીં. આપણે હજુ સલામતી રાખવી જરૂરી છે.

Read About Weather here

ત્રિજી લહેર ભલે આવી નથીં પણ આપણે આશંકાઓને નકારી ન શકાય અને સૌ સરકાની ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here