નવરચિત કેબીનેટના મંત્રીઓનો ‘કલાસ’ લેતા મોદી

નવરચિત કેબીનેટના મંત્રીઓનો ‘કલાસ’ લેતા મોદી
નવરચિત કેબીનેટના મંત્રીઓનો ‘કલાસ’ લેતા મોદી

પુરોગામીઓના અનુભવમાંથી શીખો, ખોટી બોલ… બોલ… ન કરો : કામ પર જ ધ્યાન આપવાની અને પરીણામ લાવવાની બધાને તાકિદ
કોવિડ નિયમોના ખુલ્લેઆમ થઇ રહેલા ભંગથી વડાપ્રધાન ચિંતિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પોતાની નવરચિત કેબીનેટ મંત્રીઓનો ‘કલાસ’ લીધો હતો અને પુરોગામીઓના અનુભવમાંથી શીખવા અને કામ કરવા પર ધ્યાન આપવા નવા મંત્રીઓને તાકિદ કરી હતી. વડાપ્રધાને ટીકા ટીપ્પણી અને બોલ બોલ કરવાથી પણ દુર રહેવાની તમામ મંત્રીઓને સુચના આપી હતી.

Subscribe Saurashtra Kranti here

બુધવારે વડાપ્રધાન મોદીએ મોટા પાયે એમની કેબીનેટમાં ફેરફારો કર્યા હતા. કેબીનેટ કક્ષાના 6 સહિત 12 પ્રધાનોને પડતા મુકયા હતા અને 36 નવા ચહેરાનો સમાવેશ કર્યો હતો.

નવરચિત કેબીનેટની પહેલી બેઠકને સંબોધન કરતા વડાપ્રધાને સલાહ આપી હતી કે, મીડિયામાં જઇને બિનજરૂરી નિવેદનો કરવાથી દુર રહેવું જોઇએ. સમયસર દફતર પર પહોંચવું જરૂરી છે અને તમામ શકિત પોતાના કામમાં જ લગાવી જોઇએ.

કોવિડના હજુ ઝળુંબી રહેલા ખતરા તરફ ધ્યાન દોરતા તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રકારની બેદરકારી અને ઢીલને અવકાશ નથી. છેલ્લા કેટલાક દિવસથી આપણે ભરચક જાહેર જગ્યાઓ, માસ્ક વગર ફરતા લોકોની ભીડ અને સામાજીક અંતર વિસરાઇ રહયાના દ્રશ્યો રોજે રોજ જોઇ રહયા છીએ. એ દ્રશ્ય બિલકુલ રૂચિતર નથી.

આ બધા દ્રશ્યો જોઇને આપણા મનમાં એક નવો ભય જાગી ઉઠે છે.વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી કોવિડનું સંક્રમણ ઘટી રહયું હોવાથી લોકો મોટી સંખ્યામાં બહાર નીકળી રહયા છે. પણ દરેક વ્યકિતએ એ સમજવું જોઇએ કે, કોવિડનો ખતરો હજુ સંપુર્ણપણે દુર થયો નથી. વિશ્ર્વના ઘણા દેશોમાં ફરીથી કોરોનાએ ઉછાળો માર્યો છે અને સંક્રમણ પ્રસરી રહયું છે.

ફરી આ વાઇરસ પણ બદલી રહયો છે. જો કે કોરોના સામે આપણો સંઘષ પુરી તાકાત સાથે ચલાવવામાં આવી રહયો છે. એવામાં એક પણ ભુલ ગંભીર ગુરગામી અસરો સર્જી શકે છે અને આપણી લડાઇ નબળી પડી શકે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં સતત વધતા જતા કોરોના કેસો અંગે તેમણે ઘેરી ચિંતા વ્યકત કરી હતી.

Read About Weather here

પડતા મુકાયેલા પ્રધાનોનો ઉલેખ કરતા વડાપ્રધાને એમની પણ પ્રશંસા કરી હતી. એ પ્રધાનોને મળીને કામ માટે એમની સલાહ અને માર્ગદર્શન મેળવવા તેમણે નવા મંત્રીઓને સલાહ આપી હતી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here