‘નલ સે જલ’ યોજના અંતર્ગત ‘હર ઘર નળ અને નળ ત્યાં જળ’ના લક્ષ્યને સાર્થક કરતા વાસ્મો દ્વારા રાજકોટ જિલ્લામાં 100 ટકા નળ કનેકશન આપવામાં આવ્યા છે.દરેક ઘરમાં પાણી વિતરણની કામગીરી વિના અવરોધે ચાલતી રહે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તત્કાલ નિરાકરણ થઈ શકે તે માટે, પાણી પુરવઠાની કામગીરી સાથે જોડાયેલા ગ્રામ પંચાયતોના પમ્પ ઓપરેટરોને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે.‘સર્ટિફિકેટ કોર્સ ઈન પમ્પ મિકેનીકલ તાલીમ’ અંતર્ગત આઈ.ટી.આઈ. ખાતે રાજકોટ જિલ્લાના બે તાલુકાના આશરે 75 થી વધુ પમ્પ ઓપરેટરોને તાલીમ અપાઈ ચૂકી છે.
Visit Saurashtra Kranti Homepage here
‘નલ સે જલ’ યોજનાના હેતુને ખરા અર્થમાં સાર્થક કરતી આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોના પમ્પ ઓપરેટરોને વિનામૂલ્યે 40 કલાકની તાલીમ આઠ દિવસ સુધી આઈ.ટી.આઈ. ખાતે આપવામાં આવી રહી છે.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પમ્પ ઓપરેટરોને દિવસ દીઠ વાહન વ્યવહારના ખર્ચ પેટે રૂ.200 પણ ચૂકવવામાં આવે છે.આ ઉપરાંત સાક્ષર ઓપરેટરની લેખિત અને નિરક્ષર ઓપરેટરની પ્રેક્ટિકલ પરીક્ષા લઈને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.જ્યારે દરેક પંચાયત દીઠ એક ટૂલ કીટનું પણ વિતરણ કરવામાં આવે છે.જેમાં પાઈપ,વાલ્વ વગેરે રિપેરિંગ માટે જરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
જિલ્લા કો ઓર્ડીનેટર સંજયભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે,રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના પમ્પ ઓપરેટરોને ગ્રામીણ પેયજળ યોજનાઓની મરામત અને નિભાવણીના ભાગરૂપે વાસ્મો અને આઈ.ટી.આઈ.ના સંકલનથી તાલીમ આપવામાં આવી રહી છે જે અંતર્ગત ધોરાજી અને જામ કંડોરણાના પમ્પ ઓપરેટરોને તાલીમ અપાઈ ગઈ છે અને બીજા તાલુકાના પમ્પ ઓપરેટરોને તાલીમ આપવાનું કાર્ય ચાલુ છે.જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કુલ 600 થી વધારે પમ્પ ઓપરેટરોને તાલીમ આપવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here