નર્મદા મૈયાએ તરસ્યા રાજકોટનો હાથ ઝાલ્યો… વાહ મૈયા… વાહ…

નર્મદા મૈયાએ તરસ્યા રાજકોટનો હાથ ઝાલ્યો... વાહ મૈયા... વાહ...
નર્મદા મૈયાએ તરસ્યા રાજકોટનો હાથ ઝાલ્યો... વાહ મૈયા... વાહ...

નર્મદા નદીનું 300 કયુસેટ પાણી ત્રંબા સમ્પ સુધી પહોંચી ગયું, સંવેદનશીલ સરકારનો નિર્ણય આવકારતા મનપા પદાધિકારીઓ
શહેરીજનો વતી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ખુબ ખુબ આભાર મેયર ડો.પ્રદિપ ડવ અને પદાધિકારીઓ
રાજકોટ શહેરને દૈનિક 20 મીનીટ પાણી મળી રહે એ માટે રાજય સરકારનો સંવેદનશીલ ફેંસલો

શહેરમાં વરસાદ ખેંચાતા પીવાની પાણી ઊભી થનારી સમસ્યા વચ્ચે સીએમ રૂપાણીએ રાજકોટ શહેર માં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજય રૂપાણીએ સૂચના આપી છે.

Subscribe Saurashtra Kranti here

તદનુસાર રવિવાર સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે.

ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સિઝનને મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પંથકમાં મનમૂકીને વરસ્યા નથી.

જો રાજ્યમાં હજુ જૂલાઈ સુધી મેઘરાજા ધમધોકાર ન વરસે તો રાજકોટમાં પાણીની તંગી સર્જાઈ શકે છે રાજકોટમાં 31 જૂલાઈ સુધી વરસાદ ન આવે તો પાણી વિતરણમાં મુશ્કેલીઓ ઉભી થશે.

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ઓછા વરસતા પાણીના સ્ત્રોત થોડા સુકાઈ ગયા છે. રાજકોટના મહત્વના ત્રણ ડેમમાં જો હાલના સ્ટોકની વાત કરીએ તો આજી-1 ડેમમાં 930 ખઈઋઝ પાણીનો સંગ્રહ થઈ શકે.

આજી-1 ડેમમાં હાલ 225 ખઈઋઝ પાણી ઉપલબ્ધ છે.જેમાંથી દૈનિક ઉપાડ 125 ખકઉ પાણીનો ઉપાડ કરવામાં આવે છે. રાજકોટની જનતાને દૈનિક 20 મીનીટ પીવાનું પાણી મળી રહે એ માટે નર્મદાના નીર આપવા માટેની રાજકોટના મેયરની રજૂઆત

ને તાત્કાલીક સ્વીકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજી અને ન્યારીમાં નર્મદાના જળ ઠાલવવાનો તંત્રને આદેશ આપતા રાજકોટ શહેર આનંદિત થઇ ઉઠયું છે. મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા વોર્ટર વર્કસ સમિતીના ચેરમેન દેવાંગભાઇ માકરે સંવેદનશીલ નિર્ણય બદલ શહેરીજનો તરફથી મુખ્યમંત્રીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

એક નિવેદનમાં મેયર અને પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીએ ખુબ જ ટુંકા ગાળામાં સૌની યોજના હેઠળ આજી અને ન્યારી ડેમને જોડી દઇ પાણીની સમસ્યાને ભુતકાળ બનાવી દીધી છે.

તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. ત્રંબા સમ્ય સુધી પહોંચી ગયું છે. સાંજ સુધીમાં સમ્પ મારફત આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠલવાઇ જશે.

Read About Weather here

નર્મદાનું પાણી રાજકોટને આપવા માટે રાજકોટથી 120 કિલોમીટર દુર ધોળીધજા ડેમમાંથી આશરે 500 ફુટ ઉંચાઇએ થી પમ્પીંગ કરીને આજી અને ન્યારીમાં ઠાલવવામાં આવી રહયું છે. મુખ્યમંત્રી હંમેશા રાજકોટની ચિંતા કરે છે જે આપણા માટે ગૌરવની બાબત છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here