”નરેન્દ્રમોદી ભી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બને હૈ”..!

”નરેન્દ્રમોદી ભી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બને હૈ”..!
”નરેન્દ્રમોદી ભી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બને હૈ”..!

બાબા એ નરેન્દ્ર મોદીના નામે ઠગાઇ કરી

લોકો પૈસા સોનું ચાંદી લૂટવા અવનવા નુસકા અપનાવે છે. લોકોને ઠગીને રૂપિયા પડાવી લે છે. લોકોને ભ્રમિત કરીને સોના ચાંદી પડાવી લે છે. બહુરૂપી વેશ ધારણ કરી બાબા બની સ્ત્રી બની લોકોને ઠગે છે. આવો જ એક બનાવ વાલોડ તાલુકાના તીતવા ગામે બન્યો છે.  

વાલોડ તાલુકાના તીતવા ગામે કારમાં સવાર એક બાબા અને તેના મળતિયાએ યુવકને રસ્તો પૂછવાને બહાને અટકાવી તેની સોનાની ચેન પડાવી ગયા હતા. બાજીપુરા ખાતે રહેતા પ્રકાશભાઇ બારકુભાઇ પાટીલ મઢી ગામે ચાલતી સાઇટ પર મજૂરોને સામાન આપી બાજીપુરા આવી રહ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

ત્યારે તીતવા ગામ પાસે નંબર પ્લેટવાળી સ્વીફ્ટ કારના ચાલકે મોપેડ ઉભી રખાવી પુછ્યું હતું કે, “ હમકો નાશીક જાના હૈ તો કહાશે જાનેકા ?” ત્યારે ડ્રાઇવરને બાજીપુરા, વાલોડ, સાપુતારા થઇ નાશિક જવાશે, એમ જણાવ્યું હતું.

જે બાદ ડ્રાઇવરે કારમાં બેસેલા બાબાનો પરિચય કરવાતાં બાબાએ પ્રકાશભાઇને જણાવ્યું હતું કે ‘તુમ બહોત દુઃખી દિખતે હો, ચિંતા મત કરો, નરેન્દ્ર મોદી ભી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બને મેરા આશીર્વાદ લેલો, ગાડી કી ડીક્કીમે કરોડ રૂપિયા પડા હૈ, ચાહીયે ક્યા આપકો અને ભોગ બનનારના હાથમાં 20ની નોટ મૂકી મુઠ્ઠી બંધ કરાવી બાબા કહેવા લાગ્યા કે, બેટા તૂ કરોડપતિ બન જાયેંગા, એવું કહેવા લાગ્યો અને ત્યારે તેઓ સંમોહિત થઇ ગયેલા. ત્યારબાદ તેમને કોઈ ભાન રહ્યું નહિ અને બાબાની વાતોમાં આવી તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન માગતા આપી દીધેલી.

બાબા એ યુવકના ગળામાં સોનાનો ચેન જોઈ નરેન્દ્ર મોદીના નામે યુવકને વશમાં કરી ચેન પડાવી લીધો બાદમાં યુવકને ભાન આવતા જાણ થઈ કે બાબા ચેન લઈ ગયો છે. ત્યાં સુધીમાં બાબા ફરાર થઈ ગયો. આ અંગે યુવકે બાબા સામે પગલાં લેવા જાણ કરી.

Read About Weather here

ત્યાર બાદ સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો ચાલક ત્યાંથી બાજીપુરા હાઇવે તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ પાંચેક મિનિટ બાદ ભાન આવેલી ત્યારે સમજ પડી હતી કે બાબાએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી સોનાની ચેન, જે આશરે અઢી તોલાની, જેની કિંમત રૂ.70000/- ના મતાની ઠગાઇ કરી નાસી ગયા હતા. બાબાની ઉંમર આશરે 50થી 55 વર્ષની, જેણે આખા શરીરે ભભૂત લગાવેલી હતી તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો ચાલક અંદાજે 25 વર્ષનો અને મજૂબત બાંધાનો હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here