જલજીત સોસાયટીમાં રૂ.700ની રકમ મુદ્દે ગેરેજના ધંધાર્થી – ગ્રાહક વચ્ચે પાઇપ- પાના વડે મારામારી
ગ્રેસ કોલેજના વિદ્યાર્થી પર ગેરેજ સંચાલકે પાઇપ વડે હુમલો કરી નાક તોડી નાખી ; વિદ્યાર્થીએ પાનું મારી સંચાલકની આગળી ભાંગી નાખતાં સામ સામી ફરિયાદ નોંધાઈ
ગોકુળધામ મેઈન રોડ પર જલજીત સોસાયટીમાં બાઈક રિપેરીંગના પૈસા મુદ્દે ગેરજના ધધાર્થી તથા ગ્રાહક વચ્ચે બોલાચાલી થયા બાદ પાઇપ – પાના વડે મારમારી થયા અંગેની બન્ને પક્ષોની સામ સામી ફરિયાદ નોંધાઈ છે.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
મારમારીના બનાવ અંગે જલજીત સોસાયટીમાં રહેતા પાર્થરાજસિંહ કિરણસિંહ ઝાલા ( ઉ.વ 22) ની ફરિયાદ પરથી માલવીયા નગર પોલીસે મહાકાળી કૃપા નામનું ગેરેજ ધરાવતા યોગેશ નિમાવત સામે પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.જે. કાનગડે આઈપીસી 323,324,504,135 મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં દરબાર યુવકે જણાવ્યું છે કે પોતે ગ્રેસ કોલેજમાં ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે. વાહન ખોટવાઈ જતા રિપેરીંગમાં આપ્યું હતું. જ્યાં રકમ રૂ.700આપવા બાબતે ગેરેજના ધધાર્થી સાથે બોલાચાલી થઈ હતી. જેમાં યોગેશ નિમાવતે પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઇજા થવા પામી હતી.
Read About Weather https://mausam.imd.gov.in/
જ્યારે સામા પક્ષે 150 ફૂટ રિંગ રોડ પર વિષ્ણુ નગરમાં રહેતા યોગેશ અનુભાઈ નિમાવત ( ઉ.વ 34) ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલિસે ગ્રાહક તરીકે બાઈક રિપેરીગ કરાવ્યા બાદ રકમ રૂ.700ની પૈસાની લેતી દેતી બાબતે પાના વડે હુમલો કરી આંગળીમાં ફેક્ચર કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. પોલીસે આઈપીસી 325, 323, 504 મુજબ ગુનો નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here