કચ્છથી રૂ.12.60 લાખનું બાયોડિઝલ મંગાવી ધોરાજીમાં વેપલો કરનાર વેપારી સહિત ચાર ઝડપાયા
ધોરાજીના ફરેણી રોડ પર એસ.ઓ.જીએ ત્રાટકી બાયોડિઝલ, ટેન્કર, કેરબા, મોટર, સ્ટોરેજ ટાંકો સહિતની ચીજ વસ્તુ મેળવી કુલ રૂ. 31,09,600નો મુદામાલ કબ્જે કર્યો ; ફાયર સેફટીની સુવિધા વગર જ ધમધમતું’તું
રાજકોટ થી ગાંધીનગર સુધી ચાલતા વહીવટોના કારણે બાયોડીઝલનો વેપલો વધ્યો છે. આમ છતાં આજે પણ રાજકોટ જિલ્લામાં નકલી બાયોડીઝલનો વેપલો બંધ થયો નથી. ગઈકાલે રાત્રે ધોરાજીમાંથી એસઓજીએ રૂ.12.60 લાખનાં નકલી બાયોડીઝલ સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતાં. સ્થળ પરથી કુલ 21000 લીટર બાયપડીઝલ – ટેન્કર સહિત કુલ રૂા. 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ ચારેય શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીએ ગઈકાલે રાત્રે ચોક્કસ બાતમીનાં આધારે ધોરાજીની ફરેણી રોડ પર રેલ્વે ટ્રેક પાસે આવેલા વાડામાં દરોડો પાડી ત્યાંથી 21000 લીટર નકલી બાયોડીઝલનો જથ્થો ઝડપી લીધો હતો.
સ્થળ પરથી ટેન્કર, લોખંડનો મોટો સ્ટોરેજ ટાંકો, ઈલેકટ્રીક મોટર, પ્લાસ્ટીકનાં બે ચોરસ ટાંકા, છ કેરબા, ફયુઅલ પમ્પ નોઝલ વગેરે કબ્જે કરાયા હતાં. સ્થળ પરથી મુખ્ય સુત્રધાર દિનેશ ઉર્ફે ગોપાલ લવજી કોયાણી (રહે, જેતપુર રોડ, માથુકીયા વાડી, ધોરાજી) જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા (રહે, ગરબી ચોક, ધોરાજી)
ઉપરાંત કચ્છથી ટેન્કરમાં નકલી બાયોડીઝલનો જથ્થો લઈ આવનાર હસ્તબહાદુર કાશીરામ રાજપુત અને રાજન દત્તે નેપાલી (રહે, બન્ને પડાણા ગામ, તા. ગાંધીધામ)ની ધરપકડ કરવામાં આવી હતી.
Read About Weather https://mausam.imd.gov.in/
પોલીસે જણાવ્યું કે, જયાંથી આ કારસ્તાન પકડાયું છે તે વાડો આરોપી દિનેશનો છે. અગાઉ બન્ને આરોપીઓ બાયોડીઝલનો વેપલો કરતા હતાં. પરંતુ વચ્ચે પોલીસની ધોસ વધતા બંધ કરી દીધું હતું. ફરીથી શરૂ કરી કચ્છથી ટેન્કર મંગાવ્યું હતું. જે અંગે બાતમી મળી જતા ઝડપાઈ ગયા હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here