રાજકોટ- જામનગર હાઈ-વે પર આજે ધ્રોલ નજીક બપોરે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. કારમાં બેઠેલા વરરાજા સહિત અન્ય ત્રણને ઈજા થઇ હતી. ત્રણેયને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં ગંભીર અકસ્માત થયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
પોલીસે જણાવ્યા મુજબ રાજકોટનાં સોલંકી (દેવીપૂજક) પરિવારનાં વરરાજા સહિતનાં સભ્યો જાન લઈને ધ્રોલ પાસેનાં ખીજડીયા ગામે જઈ રહ્યા હતા. એ સમયે ધ્રોલ નજીક જાયવા પાસેનાં સાંઈબાબા મંદિર નજીક જીજે 18 ઝેડ 0450 નંબરની એસટી બસ અને જીજે 03 એલઆર 7716 નંબરની વરરાજાની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર એસટીની સાથે અથડાઈને આગળનાં ટાયરમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં કારનાં ચાલક રાજુભાઈ નરસીભાઈનું સ્થળ પર કરૂણ મૃત્યુ થયું હતું. જયારે વરરાજા સહિત ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઇ હતી. ત્રણેયને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Read About Weather here
પોલીસે જણાવ્યું હતું કે, કારનાં ચાલકે એસટીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે બસનાં ડાબી બાજુનાં ભાગ સાથે કાર અથડાઈ હતી. ભારે વેગ સાથે અથડાઈ હોવાથી કારનો ડ્રાઈવર સાઈડનો ભાગ બસની નીચે ઘુસી ગયો હતો. કારનાં આગળનાં ભાગનું પણ કચરઘાણ થઇ ગયો હતો. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બની ત્યારે લોકોનાં મોટા ટોળા એકઠા થઇ ગયા હતા. જાનમાં સાથે જઈ રહેલા પરિવારજનો અને સ્વજનો પણ મોટી સંખ્યામાં ટોળે વળી ગયા હતા.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here