પરીણામ જાહેર થયું, 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
તમામ 4 લાખ અને 127 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા
રાજયભરમાં સૌથી વધુ રાજકોટના 231 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
9495 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ
સૌથી વધુ 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ
28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ
ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા આજે લાંબી આતુરતા બાદ ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહની જેમ 100 ટકા પરીણામ જાહેર થયું છે અને તમામ 4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. આ રીતે પુરેપુરૂ 100 ટકા પરીણામ આવ્યું છે. આ પૈકી માત્ર 691 વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો છે. જયારે 9495 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 પ્રાપ્ત થયો છે. કુલ 1,29,781 વિદ્યાર્થીઓને ઈ1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. તદઉપરાંત કુલ 1 લાખ 8 હજાર અને 299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. માત્ર 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.
ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ શાળાઓ ઓનલાઇન જોઇ શકશે. વિદ્યાર્થીઓ પણ શાળામાં જઇને જોઇ શકશે. બોર્ડની વેબસાઇટ પર પરીણામ મુકી દેવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર અને 375 વિદ્યાર્થીઓ તેમજ 1 લાખ 89 હજાર અને 752 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. માસ પ્રમોસનને કારણે રેગ્યુઅલ વિદ્યાર્થીનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.
Subscribe Saurashtra Kranti here
અત્યારે વિદ્યાર્થીઓને શાળાઓમાં સહી, સીક્કા સાથે પરીણામ આપવામાં આવી રહયા છે. પરીણામની માત્ર અત્યારે પ્રીન્ટ કાઢવામાં આવી રહી છે. પ્રીન્ટ કરેલ માર્કસીટ પર સ્કુલના સહી, સીક્કા કર્યા બાદ જ માર્કસીટ આગળના પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કસીટ આપવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે ત્યાર બાદ વિદ્યાર્થીઓને ઓરીજનલ માર્કસીટ આપવામાં આવશે. પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી 28690ને D ગ્રેડ મળ્યો છે. જયારે 5885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. 35288 વિદ્યાર્થીઓને B1 જયારે 82010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ પ્રાપ્ત થયો છે.
માધ્યમીક શિક્ષણ બોર્ડના પ્રવકતાએ જણાવ્યા મુજબ, ધો.10નાં 50 ટકા, ધો.11નાં 25 ટકા અને ધો.12ની સ્કુલની પરીક્ષાના 25 ટકા ગુણના આધારે ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ તૈયાર કરવામાં આવ્યું છે.
આજે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના શહેરો અને તાલુકા મથકોમાં ઉત્સાહીત વિદ્યાર્થી ભાઇ-બહેનો સવારથી પરીણામ જોવા માટે શાળાઓમાં ધસી ગયા હતા. શાળાઓમાં બોર્ડની વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓને માર્કસીટની પ્રીન્ટ કાઢીને આપવામાં આવી હતી.
Read About Weather here
સીબીએસઇ પરીણામ :
ગુજરાત બોર્ડ બાદ હવે સીબીએસઇ બોર્ડનું ધો.12નું પરીણામ પણ 100 ટકા આવ્યું છે. જો કે અમદાવાદ સહિતના કેટલાક શહેરોના વિદ્યાર્થીઓને પરીણામ સામે અસંતોષ હોવાનું દેખાયું છે. ધણાં વિદ્યાર્થીઓ એવું બોલી ગયા હતા કે, ઓફલાઇન પરીક્ષા લીધી હોત તો સારૂ પરીણામ આવ્યું હોત પરંતુ વાલીઓમાં ખુશાલી જોવા મળી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here