30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, પાસ થયા માત્ર 4649: એ ગ્રુપમાં સૌથી વધુ 1130 વિદ્યાર્થીઓ પાસ થયા, પરીણામ ચેક કરી શકશે
ગુજરાતમાં ગત 15મી જૂલાઇએ લેવાયેલી ધો12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરીણામ માત્ર 15.32 ટકા જ આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
કુલ 30343 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. પાસ થનારમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થીનીઓ છે
તેવું માધ્યમીક શિક્ષણ બોર્ડની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ પરીણામ ચેક કરી શકશે. એ-ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓમાંથી 1130 પાસ થયા છે,
એ-ગ્રુપમાં 1425 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. બી-ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓ પૈકીના માત્ર 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે
બી-ગ્રુપમાં 11578 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. એ-બી ગ્રુપમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો નથી.
વિદ્યાર્થીઓને 20 ટકા પાસીંગ ધોરણનો પણ લાભ અપાયો હતો તેમાં પણ માત્ર 9 પાસ થયા છે. બોર્ડની યાદી જણાવે છે કે, વિદ્યાર્થીઓઓ એમની બેઠક નંબરના આધારે પરીણામ જોઇ શકશે.
જે બોર્ડની વેબસાઇટ પર સવારથી મુકી દેવાયું છે. શાળાઓમાં માર્કસીટ મોકલવાની જાહેરાત હવે કરવામાં આવશે.રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરીણામ 100 ટકા રહયું હતું.
12 સાયન્સના રેગ્યુલર વિદ્યાર્થીઓમાંથી તમામને પાસ જાહેર કરવામાં આવ્યા હતા. ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ 100 ટકા પરીણામ આવ્યું હતું.
Read About Weather here
સરકારે ધો.10 અને 12નાં રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યું હતું અને રીપીટરની પરીક્ષા લેવાનું નક્કી કર્યું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here