ધો.12 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ

120
માસ પ્રમોશન આપવા માંગ
માસ પ્રમોશન આપવા માંગ

ધો.૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નિર્ણયને આવકારનું વાલીમંડળ

માસ પ્રમોશનની માંગણીને સફળતા: મોહન સોજીત્રા

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, મુખ્ય સંયોજક માજી ડે. મેયર મોહનભાઈ સોજીત્રા તથા સંસ્થાના કન્વિનર રાજુભાઈ કિયાડાએ એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે, હાલના કોરોનાના સંકટ સમયમાં ધોરણ ૧૦ તથા ૧૨ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળે શિક્ષણમંત્રીશ્રીને તથા શિક્ષણ વિભાગને અપીલ કરેલ હતી. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિધાર્થીઓના વિશાળ હિતમાં તથા વિધાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને અત્યારના સંકટ સમયમાં ધોરણ ૧૦ ના વિધાર્થીઓને માસ પ્રમોસન આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે.

Read About Weather here

તેને અમો આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોનાના સંકટ સમયમાં વિધાર્થીઓના વિશાળ હિતમાં આવો નિર્ણય લઈ વિધાર્થીઓ અને વાલીઓને ચિંતામુકત કરવા બદલ ધન્યવાદ પાઠવીએ છીએ. આશા રાખીએ છીએ કે, ધોરણ ૧૨ ના વિધાર્થીઓના વિશાળ હિતમાં અને તેઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને તેઓને પણ માસ પ્રમોસન આપવામાં આવે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઓલરાઉન્ડર ક્રિકેટર તથા તેમના ધર્મપત્નીએ મુકાવી વેક્સિન
Next articleમેંગો માર્કેટમાં આગ !, કારણ…?