બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામો પર અસર પડશે: NSUI
જીલ્લા એનએસયુઆઇ દ્વારા જીલ્લા શિક્ષણાધીકારીને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ જીલ્લા એનએનસયુઆઇ દ્વારા આજે જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોરાનાકાળને લીધે શાળાઓ – કોલેજોમાં ફિઝિકલ શિક્ષણ બંધ હતું અને ઓનલાઈન શૈક્ષણિકકાર્ય ચાલુ હતું . પંરતુ આ વર્ષના સત્ર -1 માં ધો.10-12 ના વિદ્યાર્થીઓના શૈક્ષણિકકાર્ય માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન અનુસાર 50 % કેપેસિટી સાથે ક્લાસમાં બેસાડવાની મંજુરી હોવાથી મોટાભાગની સ્કુલો અઠવાડીયામાં માંડ 3 દીવસ વિદ્યાર્થીઓને બોલાવતા હતા એટલે સ્વાભાવિક છે કે ધો.10-12 ના વિદ્યાર્થીઓ માટે જેના કારકિર્દીના અતિ મહત્વપૂર્ણ ગણાતા વર્ષેમા જ કોર્ષ પૂર્ણ ના થાય તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હોય ! અને જો શિક્ષકોએ કોર્ષ પૂર્ણ કરવો હોય તો સ્કુલમાં વિદ્યાર્થીઓને એકસ્ટ્રા સમય બોલાવીને ઝડપી અભ્યાસક્રમ પુર્ણ કરવો પડે.
Visit Saurashtra Kranti Homepage here
આ સંવેદનશીલ પ્રશ્ર્નને સમ્રગ ગુજરાતના વિદ્યાર્થીઓ અને સ્કુલ સંચાલકો મુંઝવણમાં મુકાયા છે અને જો આ બાબતે સરકાર ત્વરીત નિર્ણય નહીં લે તો તેની સીધી અસર બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામો પર પડવાની છે એ નિશ્ર્ચિત છે. જો કે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે CBSE બોર્ડ પણ ત્રણ મહીના અગાઉ જ જાહેરાત કરી છે કે બોર્ડની પરીક્ષાઓમા 30 % કોર્ષ ઘટાડો કરવામાં આવ્યો છે .
ગુજરાત બોર્ડ એટલે GSEB દ્વારા બોર્ડના ધોરણોમા રાખવામાં આવેલ NCERTનો મોટાભાગનો કોર્ષ CBSEસાથે સરખામણી કરીયે એકસરખો છે એટલે સ્વાભાવિક છે કે CBSEનો વિદ્યાર્થીને પરીક્ષામાં 70% અભ્યાસક્રમ અને GSEB નો વિદ્યાર્થી 100 % અભ્યાસક્રમની પરીક્ષાઓ આપશે એટલે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને ધો.12 પરીણામોમા અને તે પછી મહત્વપૂર્ણ કોર્ષોમાં એડમિશન સમયે અન્યાય થશે જ. કોરાનાની બીજી લહેરને લીધે મોટાભાગના વિદ્યાર્થીઓના પરિવારો આર્થિક દ્રષ્ટિની સાથે અમુક વિધાર્થીઓએ પરીવારજન ગુમાવ્યા તેથી માનસિક રીતે પણ ચિંતામાં છે ત્યારે આ તમામ બાબતો પરીણામો પર સીધી અસર કરતી હોય છે.
Read About Weather here
તાજેતરમાં જ જનરલ ઓપ્શનનો નિર્ણય લીધો તે વિદ્યાર્થીજગત માટે ચિંતાજનક છે. આ બાબતે વિદ્યાર્થીઓએ, વાલી સંગઠનો અને સ્કુલ સંચાલકોએ સરકારમાં અનેક રજુઆત કરી હતી. રાજકોટ જીલ્લા એનએસઆઇ પ્રમુખ રોહિતસિંહ રાજપૂતએ જણાવ્યું છે.(1.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here