રાજકોટમાં શિક્ષકો અને બાળકો સંક્રમિત થતા
શહેર એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધીકારીને રજૂઆત કરાઇ
રાજકોટ શહેર એનએસયુઆઇ દ્વારા આજે જીલ્લા શિક્ષાધીકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો થતો જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
વિદ્યાનોના મતાનુસાર સમગ્ર ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે અને આ ત્રીજી શહેરમાં નાના બાળકોને વધારે અસર થવાનું માને છે. ગુજરાતમાં ઘણી બધી સ્કુલમાં કોરોનાના કેસ ધરાવતા વિધાર્થીઓ આવ્યા છે.
રાજકોટમાં સ્કૂલોના શિક્ષકો અને બાળકો પણ કોરોના સંક્રમિત થતા જાય છે, આ ખૂબ જ ગંભીર બાબત માનવામાં આવે છે. એમાં પણ હજી સુધી બાળકોને વેક્સિનનો એક પણ ડોઝ આપવામાં આવ્યો નથી, જે ખૂબજ ચિંતાનો વિષય છે.
ભારતના વિવિધ રાજ્યોમાં અને શહેરોમાં વધતા કેસોને ધ્યાનમાં લઇ શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે, તો અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે 1 થી 9 તેમજ 11 માં ધોરણની તમામ સ્કૂલો બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, અંકિત સોંદરવા, ધવલ રાઠોડ, શિવ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાર્ગવ આહિર,
જયદિપ ડાંગર, બ્રિજરાજસિંહ જાડેજા, ક્રિસ પટેલ, રિતુલ આંકોલા, આર્યન કનેરીયા, રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા , કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા,
Read About Weather here
વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા , પિયુષ પટેલ, મીત માંડવીયા, દિવ્યરાજસિંહ વાળા, ઓમ કકકડ, ભગીરથસિંહ જાડેજા જોડાયા હતા.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here