અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે તેવું કહીને બાઇક અને એક્ટિવાચાલકોએ કાર રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હતા. CCTV ફૂટેજમાં દેખાતા આ શખસોએ ભેગા મળીને 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે.જોકે વેપારીએ તેઓનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારાઓ વેપારીના હાથે ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતાં તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે. જેમાં 22મી માર્ચના રોજ તેઓ સીજી રોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ નીકળ્યા હતા.

તેઓ નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગડિયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા. તે સમયે હરિઓમ રેસ્ટોરાં પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એક્ટિવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો. અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી ગયા હતા.
જે બાદ વેપારીએ લૂંટારાઓનો પીછો કર્યો હતો. જો કે, લૂંટારાઓ ન મળતા અંતે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા..જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે.
Read About Weather here
મહત્વનું છે કે સીસીટીવી ફુટેજમાં દેખાતા આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ-અલગ ટીમો કામે લગાડે છે. જોકે આ ઘટનામાં 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થઈ હોવાથી સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે.મહત્વનું છે કે, અકસ્માતના નામે નાની-મોટી ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here