ધોરાજીમાં 3 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ધોરાજીમાં 3 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ધોરાજીમાં 3 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

રૂરલ એસ.ઓ.જી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે બાવાજી શખ્સને દબોચી લઇ રૂ. 39460 નો મુદ્દામાલ કબજે કર્યો

ધોરાજી ભૂતનાથ મહાદેવ મંદિર પાસે રહેતા બાવાજી શખ્સ પાસે ગાંજો હોવાની બાતમી મળતા રૂરલ એસ.ઓ.જી ની ટીમે રેડ કરી વોકળાનાં કાંઠેથી બાવાજી શખ્સને રૂ. 40 હજારનાં ગાંજા 3 કિલો ગ્રામ સાથે દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ધોરાજીમાં એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની હકીકત મળતા રૂરલ એસ.ઓ.જી નાં પી.આઈ એ.આર. ગોહિલની સુચનાથી પી.એસ.આઈ એચ.એમ.રાણા તથા જી.જે.ઝાલા, એ.એસ.આઈ વિજયભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, અમિતભાઈ સહિતનાં સ્ટાફે ધોરાજીમાં ભૂતનાથ મહાદેવનાં મંદિર પાસે વોકળાનાં કાંઠે રહેતો અજયગીરી મનસુખગીરી ગોસ્વામી

Read About Weather here

નામના બાવાજી શખ્સનાં  રહેણાંક મકાનમાં 3 કિલો 446 ગ્રામ ગાંજો કિંમત રૂ. 34,460 તથા એક મોબાઈલ સહિત રૂ. 39,460 નાં મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે બાવાજી શખ્સની ધરપકડ કરી રૂ. 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here