ધોરાજીમાં બહેનને ઘરે તેડી ન જવા મુદ્દે મારામારી ; સાળા- બનેવી સહિત પાંચને ઇજા
સાળા- બે મિત્રો પર જમાઈ, તેના ભાઈ અને તેના પિતાનો સળિયા- હુક વડે હુમલો ; જમાઈ પર સાળા સહિત ત્રણનો છરી-પાઇપ વડે હુમલો ; ઉપલેટા પોલીસમાં સામ- સામી ફરિયાદ નોંધાઈ
ધોરાજીમાં બહેનની ડિલિવરી થયા બાદ માતા – પુત્રીને ઘરે તેડી જવા મુદ્દે મામા- નાના તથા જમાઈ- તેના પિતા વચ્ચે ધોકા- પાઇપ, છરી વડે મારમારી થતા પાંચ લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે સાળા – બનેવીની સામ – સામી ફરિયાદ પરથી મારમારી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
મારામારીના બનાવ અંગે જામનગરના અલિયાબાળામાં રહેતા આશિફ અજિજ પઠાણ ( ઉ.વ 30 ) ની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે હુમલો કરનાર જમાઈ સુલતાનશાહ રહીમશાહ ફકીર, તેનો ભાઈ મહમદશાહ, હુસેનભાઈ, તેના પિતા રહીમશાહ ફકીર સામે મારમારી- ધમકી આપ્યા અંગેનો ગુનો નોંધાયો છે.
ફરિયાદી આશિફ્ પઠાણે જણાવ્યું હતું કે હું તથા અક્રમ અને અકબર મારી બહેન સબાના તેની નવજાત પુત્રીને ધોરાજી તેડવા માટે ગયા હતા. જ્યાં ચારેય શખ્સોએ નજીવી બાબતે ઝગડો કરી લોખડના સળિયા, ઘઉં ઉચકવાની હુક વડે હુમલો કરી અમો ત્રણેયને ઇજા કરી હતી.
Read About Weather here
જ્યારે સામા પક્ષે ઉપલેટાના મોટાફળીયામાં રહેતા સુલતાનશાહ રહીમશાહ સાહમદાર ( ઉ.વ 27)ની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે તેના સાળા આશિફ્, મિત્ર અક્રમ, અકબર સામે બહેનને ઘરે લઈ જવાની નાં પાડવા મુદ્દે લોખડના પાઇપ, છરી વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. એ.એસ.આઈ ડી.પી. કટોચે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here