ધોરાજીમાં ત્રીજા માળેથી પત્નીને ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરનાર પતિની ધરપકડ

ધોરાજીમાં ત્રીજા માળેથી પત્નીને ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરનાર પતિની ધરપકડ
ધોરાજીમાં ત્રીજા માળેથી પત્નીને ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરનાર પતિની ધરપકડ

12 વર્ષથી કતારમાં રહેતો અને છેલ્લા 6 મહિનાથી ધોરાજીમાં પતિ અને બાળકી સાથે રહેતા શખ્સે ગૃહકલેશમાં પત્નીની હત્યા કર્યાની કબૂલાત આપી

ધોરાજીમાં સિસ્તીયા કોલોનીમાં ગૃહકલેશનાં કારણે એક મુસ્લિમ પરિવારનો માળો વિખાયો છે. ત્રીજા માળે રવેશમાં મોબાઈલમાં ઇસ્લામ ધર્મનું વાઈઝ સંભાળતી પત્નીને પતિએ ધક્કો મારી નીચે પછાડી દઈ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Subscribe Saurashtra Kranti here

પોલીસે મૃતક મહિલાનાં ભાઈની ફરિયાદ નોંધી આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ધોરાજીનાં સિસ્તીયા કોલોની બ્લોક નં. 54 માં રહેતા જાકીર સીદીકભાઈ લાખાણી (ઉ.વ.32) નામના મેમણ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે તેના સગા બહેન જીન્નતબેન ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમભાઈ દલાલ તેના બે દીકરા ધોરાજીમાં રહેતા હોય તેનો પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમ દલાલ છેલ્લા બાર વર્ષથી કતારમાં રહેતો હોય છેલ્લા 6 મહિનાથી તે ધોરાજીમાં પરિવાર સાથે રહેવા આવ્યો હોય પતિ પત્ની વચ્ચે છાસવાતે ઝઘડો થતા ઘરમાં ગૃહકલેશ શરૂ થયો હતો.

તે દરમ્યાન જીન્નતબેનનાં દીકરા સાકીરની સગાઈ હોય જેથી જીન્નતબેન ટ્રાવેલ્સ બુક કરાવતા જ હોય જે તેના પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમભાઈ દલાલને સારું નહીં લાગતા તેઓ જીન્નતબેનને બુક કરાવેલ ટ્રાવેલ્સ કેન્સલ કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

જે બાબતનો ખાર રાખી ગઈકાલે સવારે સાત વાગ્યે જીન્નતબેન પોતાના ઘરે ત્રીજા માળે પોતાના રૂમની બહાર પાળી ઉપર બેસીને મોબાઈલ ફોનમાં હેન્ડ્સફ્રી લગાવી ઇસ્લામ ધર્મનું વાઈઝ સાંભળતા હોય

ત્યારે તેનો પતિ ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર ત્યાં આવી ધક્કો મારી ત્રીજા માળેથી પત્ની જીન્નતબેનને નીચે ફેંકી દઈ મોઢા પર નાક પર તથા માથામાં ગંભીર ઈજા થતા જીન્નતબેનનું કરુણ મોત નિપજ્યું હતું.

Read About Weather here

બનાવનાં પગલે ધોરાજી પોલીસને જાણ કરતા પી.આઈ એચ.એ.જાડેજા, રાઈટર લાલજીભાઈ તથા સુરમાબેન સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી પત્નીની હત્યા કરનાર ઈમ્તિયાઝ ઉર્ફે શબ્બીર આદમભાઈ દલાલ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here