ધોનીના બર્થડે પર 41 ફૂટનું પોસ્ટર લાગ્યું

ધોનીના બર્થડે પર 41 ફૂટનું પોસ્ટર લાગ્યું
ધોનીના બર્થડે પર 41 ફૂટનું પોસ્ટર લાગ્યું
ધોનીના ચાહકોએ પણ તેના જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી છે. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની આજે ગુરુવારે પોતાનો 41મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. તેઓ ગુરુવારે તેમનો જન્મદિવસ લંડનમાં ઉજવી શકે છે. અત્યારે તે પોતાના પરિવાર સાથે લંડનમાં છે. જ્યાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં 7 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે.વિજયવાડામાં પૂર્વ ભારતીય કેપ્ટનનો 41 ફૂટનો કટ આઉટ કરવામાં આવ્યો છે. જેમાં તે પોતાનો હેલિકોપ્ટર શોટ ફટકારતો જોવા મળી રહ્યો છે. એક ચાહકે આ કટ આઉટનો ફોટો પોસ્ટ કર્યો છે. હજારો લોકોએ તેને પસંદ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે સાત હજારથી વધુ લાઈક્સ આવી છે.આ પહેલીવાર નથી જ્યારે ધોનીને કટ આઉટ કરવામાં આવ્યો હોય. અગાઉ વર્ષ 2018માં કેરળમાં 35 ફૂટ અને ચેન્નાઈમાં 30 ફૂટના કટ આઉટ લગાવવામાં આવ્યા હતા.મહેન્દ્ર સિંહ ધોનીએ બે દિવસ પહેલા તેની 12મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ 4 જુલાઈ 2010ના દિવસે લગ્ન કર્યા હતા.40 વર્ષીય ધોનીએ છેલ્લી મેચ 20મી મે 2022ના દિવસે રમી હતી. ત્યારબાદ તે પીળી જર્સીમાં જોવા મળ્યો હતો. જોકે, ટીમ તે મેચ 5 વિકેટે હારી ગઈ હતી. ટીમ 2022ની આઈપીએલ સિઝનમાં વધુ કંઈ કરી શકી નહોતી અને પોઈન્ટ ટેબલ પર નવમા સ્થાને રહીને પોતાની સિઝન પૂરી કરી હતી.

Read About Weather here

અગાઉ 2021માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્શિપમાં ટીમે ચોથી IPL ટ્રોફી જીતી હતી. હવે તે આવતા વર્ષે CSKની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે 2023ની સીઝનમાં CSK તરફથી રમશે. જેમાં 2007નો T20 વર્લ્ડ કપ, 2011નો ODI વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. તેમની કેપ્ટનશિપમાં ભારત ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગયું હતું. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે છેલ્લે 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં બ્લૂ જર્સીમાં જોવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં ભારત માટે ત્રણ ICC ટૂર્નામેન્ટ જીતી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here