ધુણીને છેતરપીંડી કરતી ભુઈમાં ઉપર કાનૂની કાર્યવાહી કરશે જાથા

ધુણીને છેતરપીંડી કરતી ભુઈમાં ઉપર કાનૂની કાર્યવાહી કરશે જાથા
ધુણીને છેતરપીંડી કરતી ભુઈમાં ઉપર કાનૂની કાર્યવાહી કરશે જાથા

છેતરપીંડી કરતી 800 ભુઈમાંઓનો પર્દાફાશ કરી ચોકાવનારી વિગતો બહાર આવી: જયંત પંડ્યા

શ્રાવણ માસની એકમથી દશમ સુધી આ વર્ષ તા. ૯ થી ૧૭ ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામાંનાં વ્રતનો પ્રારંભ, પૂજન, અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી કરવામાં આવે છે.

Subscribe Saurashtra Kranti here

છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંનાં વ્રત દરમિયાન અમૂક લે-ભાગુઓ ભુવા-ભરાડી, ભુઈમાં, તક સાધુઓ, ચમત્કારીઓ શ્રધ્ધાનાં માહોલમાં યુકિત, પ્રયુક્તિ, ચમત્કારો કરી છેતરપીંડી કરે છે. તેની સામે વિજ્ઞાન જાથા સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધુણતી ઢોંગી ભુઈમાંથી સાવધાન રહેવા અપીલ કરી છે.

દસ દિવસ દશા માં ના સેવા-પૂજા કરવામાં આવે છે. માતાજીની મુર્તી ની સ્થાપના કરવાંમાં આવે છે. સવાર સાંજ આરતી કરવામાં આવે છે. સ્ત્રીઓ આ વ્રત 10 દિવસ રહે છે. આ વ્રત 10 વર્ષ સુધી રેવાનું હોય છે. છેલ્લા દિવસે આખી રાત અને આખા દિવસનું જાગરણ કરવાનું હોય છે.

Read About Weather here

આ પવિત્ર વ્રત માં પણ અમુક સાધવી,બાબા, ભુઈ માતાજીના નામના ખોટ ધતિંગ કરીને લોકોને ભ્રમિત કરે છે. અને ખોટ રસ્તે વાળે છે. દોરા-ધાગા કરી લોકોના વિસ્વાસ સાથે રમે છે. આવા ઢોંગી લોકો ભકતોને ભ્રમિત ન કરે તે માટે વિજ્ઞાન જાથા એ લોકોને ચેતીને રહેવા જણાવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here